સુપરસ્ટાર ગોવિંદા તેની ડાન્સિંગ સ્ટાઇલ અને કોમેડી કરવાની અનોખી રીત માટે જાણીતા છે. ગોવિંદા એક એવો અભિનેતા છે જેણે 90ના દાયકામાં બોલિવૂડ પર ઘણું રાજ કર્યું હતું. એટલું જ નહીં, પરંતુ એક સમયે બોલિવૂડમાં મોટાભાગના નિર્માતાઓ જ ગોવિંદાની ડિમાન્ડ કરતા હતા અને લોકો તેની ફિલ્મો જોવાનું પણ પસંદ કરતા હતા. ગોવિંદા લાંબા સમયથી પડદાથી દૂર છે અને હવે તે માત્ર થોડી ફિલ્મોમાં જ જોવા મળે છે.
ગોવિંદાએ જેટલી પ્રસિદ્ધિ ફિલ્મી દુનિયામાં મેળવી છે તો વિવાદમા પણ રહ્યા છે. હા આજે અમે તમને એવા બોલિવૂડ સેલેબ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓનુ ગોવિંદા સાથે બિલકુલ બનતુ નથી. ચાલો જાણીએ આ સેલેબ્સ કોણ છે?
શાહરુખ ખાન
સુપરસ્ટાર ગોવિંદા અને શાહરૂખ ખાન વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. વાસ્તવમાં, એક ઇન્ટરવ્યુ દરમિયાન શાહરૂખ ખાને ખુલ્લેઆમ કહ્યું હતું કે ગોવિંદા ક્યારેય તેની જેમ કામ કરી શકશે નહીં. ગોવિંદાને શાહરુખ ખાનની આ વાત બિલકુલ પસંદ નહોતી અને તેણે શાહરૂખ સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. જોકે, શાહરૂખ ખાનને આ વાતની જાણ થતાં તેણે ગોવિંદાની માફી માંગી હતી.
ડેવિડ ધવન
ગોવિંદા અને ડેવિડ ધવનને બોલિવૂડની સૌથી સુપરહિટ જોડી માનવામાં આવતી હતી. આ જોડીએ લગભગ 14 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. પરંતુ હવે ડેવિડ ધવન અને ગોવિંદા વચ્ચેના સંબંધો પહેલા જેવા નથી. કહેવાય છે કે ફિલ્મ ‘ચશ્મે બદ્દૂર’ દરમિયાન ડેવિડ અને ગોવિંદા વચ્ચે અણબનાવ થયો હતો, ત્યારબાદ તેમના સંબંધો બગડી ગયા હતા.
કહેવાય છે કે ગોવિંદાએ ડેવિડને ફિલ્મ ‘ચશ્મે બદ્દૂર’ની રિમેક બનાવવાનો આઈડિયા આપ્યો હતો, પરંતુ ડેવિડે ગોવિંદાને જાણ કર્યા વિના ઋષિ કપૂરને કાસ્ટ કરી લીધો હતો. આ પછી તેમની મિત્રતા તૂટી ગઈ.
સંજય દત્ત
એક ઔર એક ગ્યારહ, હસીના માન જાયેગી, જોડી નંબર જેવી ફિલ્મોમાં સાથે જોવા મળેલ સંજય દત્ત અને ગોવિંદાની જોડી દરેકને પસંદ છે. પરંતુ ગોવિંદા અને સંજય દત્ત વચ્ચેના સંબંધોમાં પણ તિરાડ છે. એવું કહેવાય છે કે એક સમયે સંજય દત્તે ગોવિંદા વિશે વાત કરતી વખતે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.
આ સિવાય સંજયે ગોવિંદાના મોડા પડવાની ફરિયાદ પણ કરી હતી, આવી સ્થિતિમાં તેમના સંબંધો બગડી ગયા હતા.
સલમાન ખાન
સુપરસ્ટાર ગોવિંદા અને સલમાન ખાન ફિલ્મ ‘પાર્ટનર’માં સાથે જોવા મળ્યા હતા, પરંતુ કહેવાય છે કે સલમાન ખાન સાથે ગોવિંદાના સંબંધો પણ સારા નથી. જો કે તેઓ સમાધાન પણ કર્યુ હતુ, પરંતુ તેમ છતાં સલમાન અને ગોવિંદા હંમેશા એકબીજાને અવગણતા જોવા મળે છે.
કરણ જોહર
લાંબા સમય બાદ ગોવિંદાએ ફરી એકવાર ફિલ્મ ‘આ ગયા હીરો’થી વાપસી કરી હતી.ગોવિંદાએ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે કરણ જોહરે તેને તેના શો કોફી વિથ કરણમાં તેણે બોલાવ્યો નથી. તેમને લાગે છે કે તે ડેવિડ અને મારા સબંધની વધારે ઇર્શા કરે છે. એટલું જ નહીં, 30 વર્ષમાં કરણે તેને ક્યારેય ફોન પણ કર્યો ન હતો.
કૃષ્ણા અભિષેક
ગોવિંદા અને ક્રિષ્ના વચ્ચે મામા- ભાણીયાનો સંબંધ છે અને તેમનો વિવાદ જાણીતો છે. બંને ઘણીવાર તેમના નિવેદનો માટે હેડલાઇન્સમાં રહે છે. એવું કહેવાય છે કે કૃષ્ણાએ તેના મામા ગોવિંદાને કારણે સ્ટારડમ પ્રાપ્ત કર્યું હતું, જ્યારે કૃષ્ણ કહે છે કે ગોવિંદા તેને કોઈ ભાવ પણ નથી આપતો.
ગોવિંદા અને કૃષ્ણાના પરિવારમાં વાતચીત પણ બંધ છે અને બંને એકબીજા સાથે જોવા પણ નથી મળતા.
અમરીશ પુરી
હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને ખતરનાક વિલન તરીકે જાણીતા અભિનેતા અમરીશ પુરીને કોઈ ઓળખાણ ની જરુર નથી. મોટા દિગ્ગજ કલાકારોએ તેની સાથે કામ કર્યું છે, તો ગોવિંદાએ પણ તેની સાથે કામ કર્યું છે. એવું કહેવાય છે કે ગોવિંદા ફિલ્મના સેટ પર ખૂબ મોડા આવતા હતા, તેથી અમરીશ પુરી ગુસ્સે થતા હતા.
એકવાર વાત એટલી વધી ગઈ કે બંને વચ્ચે ઝઘડો થયો અને અમરીશ પુરીએ તો ગોવિંદાને ‘ડાલી કા કીડા’ કહી દીધા. આટલું જ નહીં પરંતુ મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એક વખત અમરીશ પુરીએ ઝઘડા દરમિયાન ગોવિંદાને થપ્પડ પણ મારી દીધી હતી. જોકે બાદમાં સંબંધોને ઉકેલવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મામલો ખૂબ જ ખરાબ થઈ ગયો હતો.