Tue. Aug 9th, 2022

મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે જો તમે પણ પીએમ કિસાન યોજના ના લાભાર્થી છો તો તમને ટૂંક સમયમાં જ ખુશખબર મળી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર પીએમ કિસાન યોજના હેઠળ 10માં હપ્તાની રકમ ખાતામાં જમા કરવાની તારીખ નક્કી થઈ ગઈ છે અત્યાર સુધી કેન્દ્રએ ભારતમાં 11.37 કરોડ ખેડૂતોને 1.58 લાખ કરોડ રૂપિયા આપ્યા છે કેન્દ્ર સરકાર 15 ડિસેમ્બર 2021 સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના 10માં હપ્તાની રકમ જાહેર કરવાની યોજના બનાવી રહી છે સરકારે ગયા વર્ષે 25 ડિસેમ્બર 2020એ ખેડૂતોને પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

મિત્રો આ ખેડૂતોના ખાતામાં આવશે 4 હજાર રૂપિયા.જે ખેડૂતોને પીએમ કિસાનનો છેલ્લો હપ્તો નથી મળ્યો તેમને હવેના હપ્તાની સાથે જ છેલ્લા હપ્તાની રકમ મળી જશે. એટલે કે ખેડૂતોના ખાતામાં સીધા 4000 રૂપિયા જમા થશે. જોકે આ સુવિધા એમને જ મળશે જેમણે 30 સપ્ટેમ્બર પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યું હોય. જો તમારી અરજી સ્વીકારી લેવામાં આવશે તો તમારા રૂપિયા ઓક્ટોબરમાં 2000નો હપ્તો અને 2000નો હપ્તો ડિસેમ્બરમાં મળી જશે.

6000 રૂપિયા વાર્ષિક ખેડૂતોને આપે છે સરકાર.પીએમ કિસાન યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને 6 હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે સરકાર આ રકમ ખેડૂતોના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરે છે જો તમે પણ ખેડૂતો છો પરંતુ આ યોજના ફાયદો નથી ઉઠાવ્યો તો પરેશાન થવાની જરૂર નથી તમે પણ પીએમ કિસાન સન્માન નિધિમાં પોતાનું નામ રજીસ્ટર કરી શકો છો જેથી તમે સરકારની આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો.

લાયક ખેડૂતો આ રીતે નોંધણી કરાવી શકે છે.તમારે પહેલા PM કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.હવે ફાર્મર્સ કોર્નર પર જાઓ અહીં તમારે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે આ પછી તમારે આધાર નંબર દાખલ કરવો પડશે આ સાથે કેપ્ચા કોડ દાખલ કરીને રાજ્યની પસંદગી કરવી પડશે અને પછી પ્રક્રિયાને આગળ ધપાવવી પડશે આ ફોર્મમાં તમારે તમારી સંપૂર્ણ વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે આ સાથે બેંક ખાતાની વિગતો અને ખેતર સંબંધિત માહિતી ભરવાની રહેશે તે પછી તમે ફોર્મ સબમિટ કરી શકો છો.

જાણો કોણ આનો લાભ લઈ શકે છે.આ યોજનાનો લાભ લેવા માટે, 18 થી 40 વર્ષની વયના કોઈપણ ખેડૂત લાભ લઈ શકે છે. આ અંતર્ગત ખેડૂત પાસે મહત્તમ 2 હેક્ટર ખેતીલાયક જમીન હોવી જોઈએ. આ યોજના હેઠળ, માસિક નાણાં ઓછામાં ઓછા 20 વર્ષ અને મહત્તમ 40 વર્ષ માટે 55 રૂપિયાથી 200 રૂપિયા સુધી ચૂકવવાના છે. તે ખેડૂતની ઉંમર અનુસાર નક્કી કરવામાં આવે છે.

By admin

Leave a Reply

Your email address will not be published.