Sat. Aug 20th, 2022

ટીવીનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘર-ઘર લોકોની પસંદ રહે છે. અભિનેત્રી દિશા વાકાણીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડ્યાને ચાર વર્ષ થઈ ગયા છે પરંતુ ચાહકો હજુ પણ તેણે શોમાં પાછા ફરવા માટે ઉત્સુક છે. ચાહકો વારંવાર માંગ કરી રહ્યા છે કે તે શોમાં પાછી ફરે. દિશા વાકાણી આ શોમાં દયા જેઠાલાલ ગડા ઉર્ફે દયાબેનનું પાત્ર ભજવી રહી છે.

આ દરમિયાન દિશા વાકાણીની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તે એક નાનકડા બાળકને ખોળામાં લઈને બેઠેલી જોવા મળી રહી છે.આ તસવીરમાં દિશા વાકાણીને ઓળખવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે. તસવીર જોઈને ચાહકો દયાબેનને મિસ કરી રહ્યાં છે. તસવીરમાં દિશા વાકાણીએ જે બાળક લીધું છે તે નાનું છે. તેણે તેની પુત્રીને લીધી છે જે હવે ચાર વર્ષની છે,તસવીર જૂની છે.

દિશા વાકાણીની આ તસવીર પર યુઝર્સ પણ પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. સૌરભ શિરોલીકર નામના યુઝરે લખ્યું, ‘મૅડમ પ્લીઝ તારક મહેતા શોમાં પાછા આવો.’ હાર્દિક નામના યુઝરે લખ્યું, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જલ્દી પાછા આવો’. ‘મૅમ પ્લીઝ મને એકવાર કહો, શું તમે આવશો? શોમાં પાછા આવ્સો કે નહીં. અમે તમારી સમસ્યા સમજી શકીએ છીએ પણ કૃપા કરીને મને એકવાર જણાવો.

 

View this post on Instagram

 

A post shared by disha vakani 🔵 (@disha.vakani_)

સુરેશ પારીક નામના યુઝરે લખ્યું, ‘તમે આવો શોમાં નહીંતર શો બંધ થઈ જશે અને તમામ રેકોર્ડ તુટી જશે’
નિર્માતા અસિત કુમાર મોદીએ કહ્યું હતું કે ચાહકો દયાબેનને તારક મહેતાના એનિમેટેડ વર્ઝનમાં જોઈ શકશે.

તેણે કહ્યું હતું કે, ‘સાચું કહું તો કોવિડને કારણે વસ્તુઓ ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. દર્શકોની જેમ હું પણ ઈચ્છું છું કે દિશા દયા તરીકે પાછી આવે. અને હું આશા રાખું છું કે તે પાછી આવશે. દયાબેનની ગેરહાજરીમાં પણ અમને એટલો જ પ્રેમ આપવા બદલ હું શ્રોતાઓનો આભાર માનું છું.

By admin

Leave a Reply

Your email address will not be published.