Tue. Aug 9th, 2022

મિત્રો આજકાલ હિન્દી ફિલ્મોના ગીત કરતા લોકો ગુજરાતી લોક ગીતો સાંભળવાનું વધારે પસંદ કરે છે તેમાં પણ આજની યુવા પેઢી નવા નવા લોક ગીતના કલાકારો વિશે જાણતી થઈ છે એનો એક ફાયદો એ પણ છે કે ગુજરાતી ગીતોમાં હવે વૈવિધ્ય જોવા મળી રહ્યું છે નવા નવા લોકો જે એકાદ વર્ષ પહેલા કોઈ નાના એવા ગીત દ્વારા લોકોમાં જાણીતા બન્યા અને આજે લાખો કરોડોની કમાણી કરતા થઈ ગયા છે આજના આ લેખમાં અમેં તમને એવા જ કેટલાક ગુજરાતી કલાકારોની જાણકારી આપીશું.

મિત્રો આજે અમે તમને ખાસ જાણવીશું કે ગુજરાત ના જુદા જુદા કલાકરો એક દિવસ ના કેટલા રૂપિયા લે છે એક દિવસ ના સ્ટેજ પ્રોગ્રામ માટે ગુજરાત ના ફેમશ કલાકારો કેટલા રૂપિયા લે છે તે તમને નહિ ખબર હોય તો આજે આપણે ખાસ એ જાણીશું કે કયા કલાકાર કેટલાં પૈસાલે છે.

મિત્રો ગુજરાતી કલાકારોમાં સૌથી પહેલા વાત કરીએ ગમન સાંથલની તો રેંકડીના જાણીતા ગાયક ગમન પોતાના ગામનું નામ ઊંચું થાય તે માટે પોતાના નામ પાછળ ગામનું નામ લખાવે છે તેઓ દેશ વિદેશમાં જાણીતા છે ગમન સાંથલ માત્ર ૧૦ ધોરણનો અભ્યાસ કર્યો છે પરતું હાલમાં તેઓ વાર્ષિક ૨ લાખ સુધીની આવક મેળવે છે તેમની પાસે મારુતિ સુઝુકી આઇ૨૦ કાર છે.

ગમન આજે ગુજરાત ભરમાં જાણીતો છે તેમણે ગાયેલી રેગડી અને ગીતો ધૂમ મચાવી રહ્યાં છે જોકે તેમના નામની સાથે તેમની સંગર્ષગાથા પણ જાણવા જેવી છે શા માટે નામ પાછળ લખાવે છે ગામનું નામ એક ઇન્ટરવ્યુમાં ગમન સાંથલે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પોતાના નામ પાછળ પિતાનું નામ લખાવે છે પણ હું જે ગામનો છું તેનું નામ રોશન થાય એટલા માટે હું મારા નામ પાછળ મારા ગામનું નામ સાંથલ લખાવું છું.

મિત્રો ત્યારબાદ વાત કરીએ ધીરુભાઈ સરવૈયા જેઓ એક હાસ્યકલાકાર છે અને તેમની કલા દેશ વિદેશમાં પ્રખ્યાત છે તેઓ એક પ્રોગ્રામના ૧ લાખથી ૧લાખ૨૫હજાર રૂપિયા ફી લે છે હવે ધીરુભાઈ જેવા જ એક બીજા જાણીતા હાસ્યકલાકરની વાત કરીએ તો એ છે સાઈ રામ દવે ૭ફેબ્રુઆરી ૧૯૭૭માં જેતપુરમાં જન્મેલા સાંઈરામ દવે નાનપણથી શિક્ષક બનવાના સપના જોતા હતા કારણકે તેમના માતા પિતા શિક્ષક હતા.

પરંતુ તેમની કિસ્મત તેમને એક અલગ જ ક્ષેત્રમાં ખેચી ગઈ અને હાલમાં તેઓ એક જાણીતા હાસ્ય કલાકાર છે અને દેશ વિદેશમાં જાણીતા બન્યા છે તેમની પાસે બે કાર બીએમડબલ્યુ અને મર્સિડીઝ બેન્ઝ છે તેમની વાર્ષિક આવક ૧૩ લાખ સુધીની છે સાંઈરામને સરકાર દ્વારા ગુજરાત ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો હતો તેઓ ન માત્ર હાસ્ય કલાકાર પરતું એક સારા લોક ગાયક પણ છે.

ત્યારબાદ વાત કરીએ રોણા શેરમાં ગીત દ્વારા લોકોના દિલમાં પોતાનું આગવું સ્થાન બનાવનાર ગાયક જેને આજે લોકો કચ્છી કોયલ તરીકે ઓળખે છે એવા ગીતા રબારીની તો ૩૧ડિસેમ્બર ૧૯૯૬માં જન્મેલા ગીતા રબારીએ અનેક લોકગીતો ગાયા છે તેમને ક્રિકેટનો શોખ છે સાથે જ તેઓ સ્વિફ્ટ ડીઝાયર જેવી કારના શોખીન છે ગીતા રબારી જે અનેક ગીતો ગાઈને ખુબ પ્રખ્યાત થઈ છે મિત્રો તમને જણાવી દઈએ કે પોતાની શાળાના પ્રોગ્રામમાં પોતાની ગાયકી શરૂ કરનાર ગીતા રબારી ગુજરાતનું એક જાણીતું નામ બની ગયું છે અને લોકો તેમણે ગયેલા ગીતોને ખુબ જ પસંદ કરે છે ગીતા રબારીને કચ્છની કોયલ પણ કહેવામાં આવે છે તે મૂળ કચ્છના છે ગીતા રબારીને એક પ્રોગ્રામ કરવાના 1 લાખ 50 હજાર રૂપિયા મળે છે.

જીગ્નેશ કવિરાજ.જીગ્નેશ કવિરાજ માત્ર 13 વર્ષની ઉંમરે જ સંગીતનો સફર ચાલુ કર્યો હતો. તે ઉત્તર ગુજરાતના રહેવાસી છે અને તેવોએ લગ્ન ગીતોથી તેમની નામના બનાવી અને આજે એટલા છવાય ગયા છે કે બધી જ જગ્યાએ તેમના પ્રોગ્રામ થાય છે. સૌરાષ્ટ્રમાં તેમને પ્રસિદ્ધ કરવાનાર કોઈ હોય તો એ છે કિર્તીદાન ગઢવી. જીગ્નેશ કવિરાજે પોતાના ઘણા બધા આલ્બમ પણ બનાવ્યા છે. આજે તેઓ લગભગ આશરે 150 થી 200 આલ્બમ ગીતો અને ભજનો બનાવી ચુક્યા છે અને તેઓ ડાયરાઓ પણ કરે છે અને આજે તેમને એક ડાયરો કરવાના 70 થી 80 હજાર રૂપિયા મળે છે.

કિંજલ દવે.કિંજલ દવેએ ચાર ચાર બંગળીના ગીત દ્વારા પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. જોકે કિંજલ દવેએ ચાર ચાર બંગડી વાળું ગીત કોપી કર્યું હતું અને તેના પર હમણાં સુધી કેસ પણ ચાલતો હતો. કિંજલ દવે એ કેસ કોર્ટમાં હારી ગયા છે. પરંતુ તેમના નામના એટલી વધી ગઈ કે તેમનો ચાર્જ પણ ખુબ જ વધી ગયો છે. પહેલા નાના મોટા કાર્યક્રમો કરતી કિંજલ દવેને એક પ્રોગ્રામ કરવાના 1 લાખ થી 1 લાખ 50 હજાર રૂપિયા પણ મળે છે.

By admin

Leave a Reply

Your email address will not be published.