Sat. Aug 13th, 2022

દેશ અને દુનિયામાં કોરોનાનો ખતરો ન વધે તે માટે દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ રોગથી બચવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે નિયમિત માસ્ક પહેરી રાખે. જોકે ઘણા લોકો આ નિયમનું પાલન કરે છે, પરંતુ ઘણા લોકો બજારમાં માસ્ક વગર ફરતા જોવા મળે છે. જો કે, કેટલાક લોકો તેમની શારીરિક સમસ્યાઓના કારણે માસ્ક પેહરતા નથી. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં મહિલાએ પોતાની અંગત સમસ્યાને કારણે માસ્ક પહેર્યું ન હતું.
ચહેરા પર માસ્ક ન પહેરવા બદલ, આ મહિલાને એવી સજા મળી કે તેને અપમાનિત પણ થવું પડ્યું.

તમને જણાવી દઈએ કે આ કેસ તે સમયનો છે જ્યારે માસ્ક પહેરવાનું ખૂબ મહત્વનું હતું. આ દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ માસ્ક વગર દેખાય તો પોલીસ તેમને શિક્ષા કરતી હતી. દરમિયાન, એક મહિલા સુપરમાર્કેટમાં ખરીદી કરવા ગઈ હતી. આ દરમિયાન તેણે માસ્ક પહેર્યો ન હતો અને ન તો તેણે પોતાનું મોં કોઈ પણ પ્રકારના કપડાથી ઢાક્યું હતું.

જ્યારે તે મહિલા સુપરમાર્કેટમાં સામાનની ખરીદી કરી રહી હતી ત્યારે ત્યાંના સુરક્ષાકર્મીએ માસ્ક ન પહેરવા બદલ તેને અટકાવી હતી. જો કે, મહિલાએ કહ્યું કે તેને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા છે જેના કારણે તેને માસ્ક પહેરવાની મંજૂરી નથી. એટલું જ નહીં, મહિલાએ માસ્ક ન પહેરવાનું કારણ સમજાવતા ગાર્ડને પુરાવા તરીકે કેટલાક ડોક્ટરના કાગળો પણ બતાવ્યા હતા.

આ દરમિયાન, ગાર્ડ તેની ફરજ પૂરી કર્યા પછી ચાલ્યો ગયો, પરંતુ જેવી જ મહિલા ખરીદી માટે પહોંચી ત્યારે દુકાનના મેનેજરે તેને માસ્ક પહેરવાનું કહ્યું. મહિલાએ મેનેજરને પણ આવું જ કારણ આપ્યું હતું પરંતુ મેનેજર મહિલાની વાત ના સાંભળી અને સ્થળ પર પોલીસને બોલાવી હતી. જ્યારે પોલીસ સુપરમાર્કેટમાં પહોંચી ત્યારે મહિલાએ માસ્ક ન પહેરવાનું કારણ પોલીસને જણાવ્યું, પરંતુ આ દરમિયાન પોલીસે મહિલાની વાત ના માની અને તેને હાથકડી પહેરાવીને પોલીસ સ્ટેશન લઈ ગયા.

આ દરમિયાન મહિલા પોલીસકર્મીઓએ મહિલાને તેના કપડા ઉતારવાનું કહ્યું. જ્યારે મહિલા આ બાબતે સહમત ન હતી, ત્યારે મહિલા પોલીસકર્મીઓએ તેને બળજબરી કરી અને તેના તમામ કપડાં ઉતારવાની સૂચના આપી જેથી તે તપાસ કરી શકે. આ દરમિયાન પીડિત મહિલા પોલીસકર્મીઓના આ વર્તનને સમજી શકતી ન હતી અને તે ખૂબ જ ગુસ્સે હતી પરંતુ તેમ છતાં તેણે પોલીસકર્મીઓના ગુસ્સાને જોતા તેને તમામ કપડા ઉતારી દીધા હતા.

અને પછી પીડિતાને પોલીસે થોડા સમય માટે જેલમાં રાખી હતી અને બાદમાં તેને ઘરે જવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ આ ઘટના પછી, મહિલા ખૂબ ગુસ્સે થઈ ગઈ અને તે પોલીસકર્મીઓ સાથે બદલો લેવા માટે આતુર હતી. એટલું જ નહીં પછી મહિલાએ પોલીસ સામે ફરિયાદ નોંધાવી અને તેમની સામે તેમની સત્તાનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યા હતા..

By admin

Leave a Reply

Your email address will not be published.