શિયાળાની સિઝન શરૂ થતાં જ બજારમાં ‘શિંગોડા’ વેચાવા લાગે છે. તમને શિંગોડા ખાવાનું તો ગમતુ જ હશે, પરંતુ શું તમે જાણો છો કે તે શરીર માટે ખૂબ જ સારું હોવાની સાથે-સાથે અનેક બીમારીઓને પણ દૂર કરે છે. શિયાળો આવતાની સાથે જ દુકાનોમાં શિંગોડા મળવા લાગે છે. લોકો તેને ખૂબ જ ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે શિંગોડા ગુણોનો ભંડાર છે. તેના ઘણા ફાયદા છે. તે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. તમે પણ જાણો તેના ફાયદા-
- અસ્થમાના દર્દીઓ માટે શિંગોડા ખૂબજ ફાયદાકારક છે. નિયમિત પણે તેણે ખાવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.
- બવાસિર જેવી મુશ્કેલ સમસ્યામાંથી છુટકારો અપાવવામાં પણ શિંગોડા અસરકારક સાબિત થાય છે.
- ફાટેલી એડીઓ પણ શિંગોડા ખાવાથી મટે છે. આ સિવાય જો શરીરમાં કોઈ જગ્યાએ દુખાવો કે સોજો હોય તો તેની પેસ્ટ બનાવીને લગાવવાથી ખૂબ જ ફાયદો થાય છે.
- તેમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેને ખાવાથી હાડકા અને દાંત બંને મજબૂત રહે છે. આ ઉપરાંત તે આંખો માટે પણ ફાયદાકારક છે.
- શિંગોડા સેવનથી લોહી સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. વળી પેશાબ સંબંધી રોગોના ઈલાજ માટે શિંગોડાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. ઝાડા માટે પણ તેનું સેવન રામબાણ ઈલાજ છે.
- શિંગોડા શરીરને એનર્જી આપે છે, તેથી તેને ફાસ્ટિંગ ફૂડમાં સામેલ કરવામાં આવે છે. તેમાં આયોડિન પણ જોવા મળે છે, જે ગળાના રોગો સામે રક્ષણ આપે છે અને થાઈરોઈડ ગ્રંથિને સરળતાથી કામ કરવા માટે ઉત્તેજિત કરે છે. તો શિયાળામાં આનુ સેવન કરો અને તંદુરસ્ત રહો..