લોકો માટે સેવા કરવાવાડા અને યુટ્યુબ પર વીડિયો બનાવીને ફેમસ થયેલ નીતિન જાની એટલે ખજુરભાઈએ થોડા સમય પહેલા જ જે લોકોના મકાન કાચા હતા તેમને પાકી છત અપાવી હતી અને બાદમાં એવું એલાન કર્યું કે તે એક કે 2 કાચા મકાન પાકા નહી કરાવે પરંતુ તે શક્ય હશે તે બધા મકાનને પાકી છત અપાવશે. હાલમાં જ તે જેતપુરમાં સ્વામિનારાયણ મહિલા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચ્યા હતા.
નીતિનભાઈએ યુવાનોને સંબોધતા કહ્યું કે, જો જીવનમાં સફળ થવું હોય તો મોડી રાત સુધી જાગવાનું બંધ કરી દો, લોકોની નિંદા કરવાનું બંધ કરો અને સંગત સારી રાખવી. મોબાઇલમાં ગેમ રમવાનું બંધ કરી દો. આટલું કરવાથી જીવનમાં ઘણા બદલાવ આવી જશે.
નીતિનભાઈએ આગળ કહ્યું કે જે સંતો, માણસો વિકાસના કાર્યો કરે છે તે હંમેશા પૂજનીય હોવા જોઇએ, જેતપુરમાં સાધુ સંતોનો આશીર્વાદ લેવા આવ્યો છુ અને ભગવાનને પ્રાર્થના છે કે એટલી તાકાત આપે કે ગુજરાતમાં જેટલા પણ મકાન કાચા છે તેને પાકા કરી શકાય.
ખજૂર ભાઇએ કહ્યું કે, ગુજરાતમાં આપણે સૌ જાણીએ છીએ કે સાધુ સંતોના આશીર્વાદમાં તાકાત હોય છે. જ્યારે પણ આપણે સારુ કામ કરીએ છીએ તો કોઇ અદ્રશ્ય તાકાત આપણી સાથે હોય છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી અમે 161 કાચા ઘરને પાકા બનાવ્યા છે. અને હજુ કર્તા રહિશુ.