કહેવાય છે કે લગ્ન 7 જન્મો ના બંધન હોય છે. પરંતુ, અમુક મર્દ 7 જન્મો શું એક જન્મ માં જ એ બંધન ને નિભાવી નથી શકતા. ઘણીવાર, જોવામાં આવે છે કે લગ્ન ના થોડાક દિવસ પછી મર્દ બીજી મહિલાઓ સાથે સંબંધ બનાવે છે.. આખરે, આવું થાય છે કેમ? એવું તો શું કારણ હોય છે કે પતિ એમની જ પત્ની જોડે બેવફાઈ કરવા પર મજબૂર થાય છે? આજે આપણે એ વાત પર જ ચર્ચા કરીશું. હકીકત, માં મર્દ ના બેવફા થવા પાછળ એક નહિ બવું બધા કારણો હોય છે. શું છે એ કારણો ચલો જાણીએ.
છોકરાઓ મર્દ ને બનાવે છે બેવફા :મર્દ નું બેવફા બનવાનું સૌથી મોટું કારણ એમના છોકરાઓ હોય છે. જ્યાં સુધી છોકરો ના હોય ત્યાં સુધી લગ્ન જિંદગી ખુબ પ્યાર અને આરામ થી ગુજરતી હોય છે. પણ, છોકરાઓ થવાથી પત્ની નો પ્યાર વહેચાઈ જાય છે. પત્ની ની પ્રાથમિકતા બદલાઈ જાય છે. એ પહેલા ની જેમ એમના પતિ ને સમય નથી આપી શકતી. મર્દ ને એ પ્યાર નથી મળતો અને એ ચક્કર માં એ બીજી મહિલા ના ચક્કર માં ફસાઈ જાય છે.
સમય ની સાથે આકર્ષણ માં ઉણપ :લગ્ન પછી મર્દ માટે એમની પત્ની પ્રત્યે પ્યાર અને સમ્માન બન્ને હોય છે. પણ, સમય વીતતા ની સાથે-સાથે બંને વસ્તુઓ ઓછી થવા લાગે છે. લગ્ન પછી પત્ની ની અમુક આદતો મર્દ ની સામે આવે છે જે બાબતો એમને નથી ખબર હોતી. જેના લીધે, એમને એમની પત્ની ખરાબ લાગે છે અને બીજી મહિલા તરફ આકર્ષાય છે.
સમ્માન ન મળવાથી મર્દ બને છે બેવફા :મર્દ નું બેવફાઈ નું કારણ સમ્માન પણ છે. ઘણી વાર એવું થાય છે કે લગ્ન ના શરૂઆત ના દિવસો માં પત્ની એમના પતિને ખુબ જ પ્યાર અને સમ્માન આપતી હોય. પણ, ધીરે-ધીરે એ પ્યાર અને સમ્માન ઓછું થવા લાગે. એ કારણ થી એમના વચ્ચે લડાઈ-ઝગડા થવા લાગે છે અને મર્દ બીજી મહિલા તરફ આકર્ષિત થવા લાગે છે.
બદલાતું જતું વાતાવરણ પણ જવાબદાર:ટેલિવિઝન અને મુવી માં લગ્નેતર સંબંધો ને બહુ ખોટી રીતે બતાવે છે. એ જોઇને પુરુષો ને વધુ પ્રોત્સાહન મળે છે અને એમને એ બધી વસ્તુઓ સાચી લાગવા લાગે છે. આ પ્રકારનું વાતાવરણ લોકો ના મગજ પર માનસિક રીતે અસર કરે છે.શારીરિક સુખ ની તલાશ.
લગ્ન જીવન માં સમાગમ એક બહું મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. સેકસુઅલ જિંદગી સારી રહેવાથી વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સંતુષ્ટ હોય છે. ઘણી વાર યુગલો એમના પાર્ટનર થી સેકસુઅલ સંતુષ્ટ નથી હોતા અને એ બીજાની તરફ આકર્ષાય છે.
જરૂર કરતા વધુ આશા :કોઈ પણ રીલેશન માં જરૂર કરતા વધુ આશા ના રાખવી જોઈએ. એ એક ખતરનાક સાબિત થઇ શકે છે. પાર્ટનર નું આશા ના પૂરી કરી શકે તો એ દિલ તૂટવાનું કારણ બની જાય છે. લગ્ન જીવન માં કોઈ પત્ની એમના પતિ ની આશા ના પૂરી કરી શકે તો ધીરે-ધીરે એ બેવફા થઇ જાય છે.