Wed. Aug 17th, 2022

ભગવાન ભોળેનાથના મંદિરે જઇએ એટલે આપણે મોટેભાગે બીલીપત્ર અને જળ લઇને જતાં હોઇએ છીએ. ઘણાં લોકો પોતાની વિશેષ પૂજામાં ભોળેનાથને દૂધ અને ધતૂરાનાં ફુલ પણ ચઢાવે છે અને શિવરાત્રીના દિવસે ખાસ ભાંગ અર્પણ કરવામાં આવતી હોય છે કહેવાય છે કે ભગવાન શિવને બીલીપત્ર ખૂબ પ્રિય છે જે પણ વ્યક્તિ પોતાની કોઇપણ મનોકામના સાથે ભોળાનાથને રોજે એક બીલીપત્ર ચઢાવે તે વ્યક્તિની તમામ મનોકામના અચૂક પૂરી થાય છે તે વ્યક્તિ જીવનમાં ક્યારેય દુઃખી નથી થતી. પણ આપણે ઉપર જાણ્યું તેમ મોટાભાગે શિવજીને ધતૂરાનાં ફૂલ, દૂધ, જળ અને બીલી જ ચઢાવવામાં આવે છે મહાકાલેશ્વર મંદિરમાં વિશેષ રૂપે શિવજીને દારૂનો ભોગ આપવામાં આવે છે.

આ તો સામાન્ય વાત છે ને લોકો તે જાણે જ છે પણ આપણાં દેશમાં એક મંદિર એવું છે જ્યાં ભગવાન ભોલેનાથને ઝાડુ મતલબ કે સાવરણી ચડાવવામાં આવે છે અને લોકો દૃઢતાથી માને છે કે અહીં શિવજીને સાવરણી ચડાવવાથી તેમની મનોકામના પૂર્ણ થશે ખાસ કરીને જે વ્યક્તિને ચામડીનો રોગ હોય તે વ્યક્તિ તો ખાસ અહીં સાવરણી ચડાવીને પોતાનો રોગ શમે તેવી પ્રાર્થના કરવા માટે આવે છે આ કયું મંદિર છે અને અહીં સાવરણી ચડાવવાનો રિવાજ કેમ છે લોકોમાં કેમ એવી આસ્થા છે કે સાવરણી ચડાવવાથી મનોકામના પૂર્ણ થવાની સાથેસાથે જો ચામડીના રોગની તકલીફ હોય તો તે પણ દૂર થશે તે વિશે આપણે વિસ્તારે થોડી વાત કરી લઇએ.

મિત્રો ભગવાન શિવનું આ અનોખું મંદિર મુરાદાબાદ-આગ્રા હાઇવે પર સદબાડી નામના નાના ગામમાં આવેલું છે જો કે તે ભગવાન શંકરનું મંદિર છે પણ તેને પાતાલેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે સોમવારને ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે તેથી આ દિવસે આ મંદિરમાં ભારે ભીડ હોય છે.

આ મંદિરનો ઇતિહાસ છે.ભગવાન શિવનું આ મંદિર લગભગ 150 વર્ષ જૂનું છે અને સ્થાનિક લોકોનું માનવું છે કે આ મંદિરમાં ભગવાન શંકરને સાવરણી ચઢાવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી રહી છે આ અનોખા મંદિરમાં ભગવાન શિવના શિવલિંગ સિવાય કોઈ મૂર્તિ નથી.

શા માટે ચઢાવવામાં આવે છે સાવરણી.મિત્રો એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં ભગવાન શિવને સાવરણી ચઢાવવાથી ચામડી સંબંધિત તમામ પ્રકારના રોગો દૂર થાય છે આસપાસના લોકો માને છે કે આ મંદિરમાં ચમત્કારિક શક્તિઓની કૃપાને કારણે ભક્તોના ચામડીના રોગો મટે છે.

મિત્રો આ મંદિરમાં આવ્યા બાદ અને ભગવાન શંકરને સાવરણી અર્પણ કર્યા બાદ દરેકને ચામડીના રોગોથી મુક્તિ મળે છે આ ઇચ્છા સાથે ભક્તો ભગવાન શિવને સાવરણી અર્પણ કરવા માટે આ મંદિરમાં આવે છે આ મંદિરના આ અનોખા ચમત્કારની કથા મોટાભાગના સ્થળોએ લોકો સુધી પહોંચી છે તેથી સોમવારે દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો આ મંદિરમાં આવે છે અને રોગમુક્ત થાય છે.

By admin

Leave a Reply

Your email address will not be published.