Sat. Aug 6th, 2022

યામી ગૌતમ સ્કિનની એવી બીમારીને લઈને પીડાઈ રહી છે જેનો કોઈ ઇલાજ નથી આ વિશે યામીએ જાતે જ ખુલાસો કર્યો છે પોતાની ત્વચાની બીમારી વિશે ખુલાસો કરવા માટે સાહસ જોઈએ પોતાના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને યામીએ કૅપ્શન આપી હતી હેલો મારી ઇન્સ્ટા ફૅમિલી મેં તાજેતરમાં જ કેટલીક ઇમેજિસ શૂટ કરી છે અને મારી સ્કિનની કન્ડિશન જેને કેરાટોસિસ-પિલારીસ કહેવામાં આવે છે.

મિત્રો અભિનેત્રી યામી ગૌતમે ખુલાસો કર્યો છે કે તે કેરાટોસિસ પિલારિસ નામની બીમારીથી પીડિત છે યામીએ કહ્યું કે તે કિશોરાવસ્થામાં આ રોગથી પીડિત હતી આનો કોઈ ઈલાજ નથી યામીએ ટ્વિટર પર પોતાની સ્કિનને દેખાડતા કેટલીક તસવીરો શેર કરી છે.

ફોટો શેર કરતી વખતે યામી ગૌતમે લખ્યું હેલો મિત્રો મેં હાલમાં જ કેટલાક ફોટા માટે શૂટ કર્યું છે જ્યારે હું કેરાટોસિસ-પિલારિસ નામની મારી સ્કિનની સ્થિતિ છુપાવવા માટે પોસ્ટ-પ્રોડક્શન એક સામાન્ય પ્રક્રિયા માં જવાની હતી ત્યારે મેં વિચાર્યું કે હું આ હકીકતને સ્વીકારી કેમ નથી શકતી હું તેની સાથે સહજ છું.

જે લોકોએ એના વિશે નથી સાંભળ્યું તેમને હું કહેવા માગું છું કે આ બીમારીમાં સ્કિન પર નાના-નાના દાણા ઊપસી આવે છે મને પૂરી ખાતરી છે કે એ તમારા દિમાગ જેટલું ખરાબ નથી હોતું જેને પાડોશમાં રહેતી આન્ટી દેખાડે છે ટીનેજમાં જ મને એ બીમારી ધીમે-ધીમે વધવા લાગી અને આજે પણ એનો કોઈ ઇલાજ નથી હું ઘણાં વર્ષોથી એનો સામનો કરી રહી છું.

મિત્રો કેરાટોસિસ પિલારિસ એક એવી સ્થિતિ છે જે સ્કિન પર ખરબચડા પેચ અને નાના-નાના ખીલ જેવા બમ્પ્સ બને છે યામીએ કહ્યું મેં મારું સત્ય તમારી સાથે શેર કરવાની હિંમત દર્શાવી છે મને મારા ફોલિક્યુલિટિસને એરબ્રશ કરવું અથવા આંખોની નીચે સ્મૂધ કરવું અથવા મારી કમરને થોડો વધુ આકાર આપવાનું મન નહોતુ હું જેવી દેખાઈ રહી હતી તેવી જ સારી અને સુંદર હતી યામીએ ખુલાસો કર્યો કે તે ઘણાં વર્ષોથી આ સમસ્યાથી પરેશાન છે.

અને હવે તેણે પોતાના ડરને દૂર કરવાનું નક્કી કરી લીધું છે યામીએ જણાવ્યયું કે ટીનેજમાં મને આ સ્કિન ડિસીઝ થયું હતું અને આ એક લાઈલાજ બીમારી છે હું ઘણાં વર્ષોથી આનો સામનો કરી રહી છું અને આજે આખરે મેં મારા ભય અને અસુરક્ષાને છોડી દેવાનું નક્કી કર્યું મને લાગે છે કે મારા ચાહકો હજુ પણ મને પ્રેમ કરશે અને મારી ખામીઓ દિલથી સ્વીકારશે.

આજે મેં નક્કી કર્યું કે મારો તમામ ડર અને અસલામતીની લાગણીને જવા દઉં અને મારી એ સ્કિન જેવી છે એવી જ એને સ્વીકારીને એને પ્રેમ કરવાનું સાહસ કરું સાથે જ તમારી સાથે આ બધી બાબતો શૅર કરવાની પણ મને હિંમત મળી છે મને કદી પણ બ્રશનો ઉપયોગ આંખોની નીચે કે પછી સુંદરતામાં વધારો કરવા માટે જરૂરી નહોતો લાગતો આમ છતાં હું સુંદરતાનો અનુભવ કરી રહી છું.

By admin

Leave a Reply

Your email address will not be published.