Sat. Aug 13th, 2022

મિત્રો ભગવાનને આપણે જોઈ શકતા નથી પરંતુ તેમની અલૌકિક શક્તિ પર વિશ્વાસ કરીએ છીએ. આ જ કારણ છે કે માત્ર ભારતમાં નહીં પરંતુ વિદેશોમાં પણ અનેક મંદિરો એવા છે જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા જાય છે તેમાંથી કેટલાક મંદિરો તો એવા છે જેના રીત-રીવાજો અને માન્યતાઓ ભલભલાંને આશ્ચર્ય ચકિત કરી દે તેવી છે આજે આવા જ મંદિરો વિશે તમને પણ જાણકારી આપીએ મંદિરમાં ચઢે લિંગ ચાઓ માઈ તુપ્તિમનું મંદિર થાયલેન્ડમાં સ્યાન નદી કિનારે આવેલા બેંકોકમાં આવેલું છે.

આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં મંદિરમાં આવતા ભક્તો માતાને ધાતુ, લાકડા અથવા રબરથી બનેલા લિંગ ચઢાવે છે.માન્યતા છે કે અહીં લિંગ ચઢાવવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. બુદ્ધ કાળમાં ચાઓ માઈ તુપ્તિમને પ્રજનનની દેવી માનવામાં આવતા હતા.રજસ્વલા થાય છે માં કામાખ્યા આસામના ગુવાહાટીમાં બનેલું કામાખ્યા મંદિર પણ રહસ્યમયી છે. અહીં વર્ષભરમાં એકવાર થતા અમ્બોવાચી પર્વ દરમિયાન કામાખ્યા દેવી રજસ્વલા થાય છે.

આ દરમિયાન મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે.મંદિરમાંથી નીકળતા નાલામાંથી આ દિવસો દરમિયાન લાલ પ્રવાહી નીકળતું જોવા મળે છે જે રક્ત હોવાની માન્યતા છે. અહીં આ સમય દરમિયાન આવતા ભક્તોને પ્રસાદ તરીકે રજસ્વલા થતી વખતે ઉપયોગમાં લેવાતા કપડા આપવામાં આવે છે.માતાના મુખમાંથી નીકળે છે આગ 51 શક્તિપીઠોમાંથી એક છે માં જ્વાલા દેવીનું મંદિર.

માન્યતા છે જ્યારે ભગવાન શિવ માં સતીનું બળેલું શરીર લઈને નીકળ્યા હતા ત્યારે આ સ્થાન પર માતાની જીભ પડી હતી. આ સ્થાન પર જ્વાલા દેવીના મંદિરનું નિર્માણ થયું અને આજે પણ માતાની જીભમાં આગ પ્રજ્વલિત છે.મંદિર પર ન થઈ બ્લાસ્ટની અસર માતા તનોટ રાયનું મંદિર જેસલમેરમાં ભારત અને પાકિસ્તાનની સીમા પર બનેલું છે.

 

 

1965 અને 1971માં થયેલા યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૈનિક યુદ્ધ કરતાં કરતાં ભારતની સીમા અંદર આવી ગયા અને તેમણે અહીં આવેલા મંદિર પર બોમ્બમારો કર્યો.પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે મંદિર પર ફેંકેલો એક પણ બોમ્બ ફૂટ્યો નહીં. આ ઉપરાંત સૈનિકોને મતિભ્રમ થયો અને તે અંદરોઅંદર જ લડવા લાગ્યા. તે સમયે મંદિર પર પડીને નિષ્ક્રીય થયેલા બોમ્બ આજે પણ મંદિરના સંગ્રહાલયમાં રાખેલા છે.

દરવાજા વિનાના ઘર મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં બનેલું શનિ શિંગળાપુરનું મંદિર પ્રસિદ્ધ છે. માન્યતા છે કે આ ગામમાં શનિ દેવની કૃપા છે અને લોકોના ઘરનું રક્ષણ પણ શનિ દેવ કરે છે. અહીં લોકો ઘરના દરવાજા પર તાળુ માર્યા વિના પણ જતા રહે તો તેમને ચોરીનો ભય નથી રહેતો.જે વ્યક્તિ અહીં આવી કોઈ વસ્તુ લઈ જવાનો પ્રયત્ન કરે છે તેને જ નુકસાન થવા લાગે છે. અહીં સ્થાપિત શનિ દેવ પાછળ પણ એક કથા જોડાયેલી છે.શનિ દેવએ અહીં રહેતા મામા-ભાણેજને સપનામાં આવી જણાવ્યું હતું કે નદીમાં એક કાળો પથ્થર તરી રહ્યો છે. તેને ગામમાં સ્થાપિત કરો અને પૂજા કરો. આ પથ્થરના રુપે સાક્ષાત શનિ દેવ અહીં બિરાજે છે અને લોકોનું રક્ષણ કરે છે.

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે માતાના મંદિરે જઈને નારીયેળ ચુંદડી ચડાવીને માનતા માંગતા લોકો તો આપણે જોયા હોય છે પરંતુ આજે એ જાણીને તમે હેરાન થઇ જશો કે એક મંદિર એવું પણ છે કે જ્યાં લોકો હથકડી ચડાવીને માનતા માંગે છે. ચલો જાણીએ આ મંદિર વિશે વિસ્તારથી આપણા દેશમાં એક એવું પણ મંદિર છે જ્યાં લોકો દેવી માં ને હથકડી ચડાવીને પોતાની માનતા પૂરી કરે છે.

આ મંદિર રાજસ્થાનના પ્રતાપ ગઢ જીલ્લામાં આવેલું છે, તેનું નામ છે દિવાક મંદિર. માતા નું આ મંદિર જોલર ગ્રામ પંચાયતની જગ્યા પર છે. આ મંદિરમાં દુર દુરથી લોકો આવે છે, અને માતાજી ને ખુશ કરવા માટે હથકડીઓ અને બેડીઓ ચડાવે છે.અહી મંદિર પરિસરમાં લગભગ ૨૦૦ વર્ષ જુનુ એક ત્રિશુલ છે, અને એ ત્રિશુલ પર આ બધી વસ્તુઓ ચડવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ ત્રિશુલ પર જે હથકડીઓ ચડેલી છે તેમાંથી કેટલીક તો ૧૦૦ વર્ષથી પણ વધારે જૂની છે.

અહી એવા પણ ઘણા લોકો આવે છે જે પોતાન પરિજનો ને જેલ માંથી છોડાવવા માંગતા હોય. તે માટે જ તેઓ હથકડી ચડાવે છે.આ મંદિર સાથે સંકળાયેલી એક કથા પણ છે, ઘણા સમય પહેલા અહી ફક્ત એક જંગલ હતું. તે સમયે અહી આ જંગલ માં ફક્ત ડાકુઓ જ રહેતા હતા અને તેઓ અહી આ મંદિર માં પૂજા કરતા હતા. ધીરે ધીરે તેમણે અહી મન્નત માંગવાનું ચાલુ કર્યું કે જો તેઓ લુટ કરવા જાય અને તે કાર્યમાં તેમને સફળતા મળે અથવા તેઓ જેલ તોડીને ભાગી શકે તો તેઓ માતાજી ને હથકડી ચડાવશે.

અને ત્યારથી આ માન્યતા ચાલી આવી છે.આ મંદિર ભગવાન કાશી વિશ્વનાથની નગરી વારાણસીથી લગભગ 70 કિમી દૂર જૈનપુરમાં સ્થિત છે. આ મંદિર ગામ્ર દેવતાનું હતું, જેને સ્થાનિકો બ્રહ્મા બાબા તરીકે ઓળખતા હતા.પરંતુ છેલ્લા 30 વર્ષથી બ્રહ્માબાબાના આ મંદિરમાં ઘડિયાળો ચઢાવવામાં આવતી હતી, હવે આ મંદિર હવે ધડીયારી બાબા મંદિર તરીકે પ્રખ્યાત થઈ ગયું છે.આ મંદિરમાં આ પરંપરા શરૂ થવા પાછળ એક રસિક કથા છે.

ઘડિયાળ ચઢાવવાની પરંપરા આ રીતે શરૂ થઇ.આ ગામના લોકો જણાવે છે કે કોઈક સમયે કોઈ વ્યક્તિના મગજમાં ટ્રક ડ્રાઈવર બનવાની ઇચ્છા થઈ હતી. તે બ્રહ્મ બાબાના મંદિરે ડ્રાઇવિંગ શીખવા માટે મંનત માંગવા આવ્યો હતો.સંયોગવશ તે એક સારો ટ્રક ડ્રાઈવર બન્યો.ટ્રક ડ્રાઈવર બન્યા પછી તે વ્યક્તિના સારા દિવસો શરૂ થ ઈ ગયા.

મંનત પૂર્ણ થયા પછી તે વ્યક્તિએ બ્રહ્મા બાબાના મંદિરમાં ભેટ સ્વરૂપમાં ઘડિયાળ ચઢાવી ગયો. લોકોને જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે તેઓએ વિચાર્યું કે ઘડિયાળ આપીને બ્રહ્મા બાબા ઇચ્છા પૂર્ણ કરે છે. તે પછી, ઘડિયાળ આપવાની પરંપરા ધીમે ધીમે ત્યાંથી શરૂ થઈ.

By admin

Leave a Reply

Your email address will not be published.