તમે ઘણા વૈભવી બંગલા જોયા હશે, પરંતુ આજે અમે તમને એક એવા બંગલા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત જાણીને તમે આશ્વર્યચકિત થઈ જશો. તમને જણાવી દઈએ કે, અમેરિકામાં એક બંગલો છે, જેની કિંમત જાણી તમારા હોશ ઉડી જશે.
આ બંગલાની કિંમત ૨૫૦ ડોલર એટલે લગભગ ૧૬૨૫ કરોડ રૂપિયા છે. આટલા પૈસા જેનાથી ૧ હજાર ૬૨૫ લોકો ૧-૧ કરડોનો બંગલો ખરીદી શકે છે. આ અગાઉ અમેરિકામાં સૌથી મોટી બોલી ૧૦૦ મીલીયન ડોલરની લાગી હતી.
અમેરિકાના ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોંઘી પ્રોપર્ટી છે. આ બંગલામાં દુનિયાના દરેક એશો-આરામની વસ્તુઓ રહેલી છે. અહીં દેખરેખ માટે ૭ મેમ્બર્સની ટીમ છે. બંગલામાં ૩૦ મીલીયન ડોલરનું કાર કલેક્શન પણ છે. હરિયાળીથી ભરેલ બંગલાના ટેરેસ પર સ્વીમીંગ પૂલ છે.
દરેક દેશના સમય બતાવનારી લેમ્બોર્ગિની ઘડિયાળ લગાવવામાં આવી છે. બાળકો માટે ખાસ કેન્ડી રૂમ છે, જેમાં લગભગ બે લાખ ડોલરની ચોકલેટ રાખવામાં આવી છે. માત્ર એટલું જ નહીં ઐતિહાસિક બંદુકોને લઈને કરોડો રૂપિયાની કિંમતો વાળી ડઝનો ઘડિયાળનું કલેક્શન પણ અહીં તમારી રાહ જોઈ રહ્યું છે.
આ વૈભવી બંગલો ૩૮ હજાર સ્કવાયર ફૂટમાં ફેલાયેલો છે. તેમાં ૧૨ બેડરૂમ અને ૨૧ બાથરૂમ છે. આ બંગલાની સાથે ખરીદનારને હેલીપેડ પર રહેલું હેલિકોપ્ટર પણ મળશે.