Thu. Aug 4th, 2022

મિત્રો શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને રિયલ લાઈફ સિંઘમ કહેવાઈ રહ્યા છે ડ્રગ્સ નેક્સસના મૂળ સુધી પહોંચવા માટે સમીર વાનખેડે દિવસ-રાત કામ કરી રહ્યા છે સમીર વાનખેડેની બાજ નજરોથી બચવું આરોપીઓ માટે મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે જોકે અહીં તમને રિયલ લાઈફ સિંઘમ સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર વિશે જણાવીશું ક્રાંતિ રીલ લાઈફ સિંઘમ એટલે કે એક્ટર અજય દેવગણ સાથે કામ કરી ચૂકી છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCB ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના પત્ની ક્રાંતિ રેડકર અભિનેત્રી છે સુંદરતાના મામલે ક્રાંતિ રેડકર મોટી મોટી હિરોઈનો પર ભારે પડે છે અમે તમને ક્રાંતિ વિશે જણાવીએ ક્રાંતિ રેડકર મુંબઈની જ છે તેનો જન્મ મુંબઈમાં થયો અને ઉછેર પણ ત્યાં જ થયો તેણે કાર્ડિનલ ગ્રેસિયસ હાઈ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો આગળનો અભ્યાસ તેણે રામનારાયણ રૂઈયા કોલેજથી પૂરો કર્યો અભ્યાસ બાદ ક્રાંતિએ અભિનયને કારકિર્દી તરીકે પસંદ કર્યો.

જણાવી દઈએ કે સમીર વાનખેડેના રડારમાં અનેક બોલિવુડ સેલેબ્સ આવી ચૂક્યા છે તેમણે 2013માં બોલિવુડ સિંગર મિકા સિંહને વિદેશી નાણાં સાથે પકડ્યો હતો આ સિવાય અનુરાગ કશ્યપ અને રામ ગોપાલ વર્માની સંપત્તિ પર પણ દરોડા પાડ્યા હતા વાનખેડે મુંબઈ એરપોર્ટ પર ફરજ બજાવતા હતા ત્યારે 2011ની વર્લ્ડ કપ ટ્રોફીને લઈ જતી રોકી હતી કારણકે તેની કસ્ટમ ડ્યૂટી નહોતી ચૂકવાઈ જ્યાં સુધી કસ્ટમ ડ્યૂટી ભરવામાં ન આવી ત્યાં સુધી સમીર વાનખેડેએ ટ્રોફી આપી નહોતી.

ક્રાંતિ રેડકરની પહેલી ફિલ્મ એક મરાઠી ફિલ્મ હતી. તેણે સૂન અસાવી અશી માં કામ કર્યું જેમાં તેની સાથે અંકુશ ચૌધરી જોવા મળ્યો હતો આ ફિલ્મ 2000માં રિલીઝ થઈ હતી ત્યારબાદ તેણે બોલીવુડમાં અજય દેવગણની ફિલ્મ ગંગાજલ’થી ડેબ્યુ કર્યું અત્રે જણાવવાનું કે ક્રાંતિએ ફિલ્મમાં કિડનેપ થયેલી યુવતીનું પાત્ર ભજવ્યું હતું.

ક્રાંતિ રેડકરે મરાઠી ફિલ્મોમાં અનેક હિટ ગીતો આપ્યા છે તેમાં કોમબદી પાલાલી તંગડી ધારુન જેવા ગીતો સામેલ છે આ ગીતો ફિલ્મ જાત્રા ના છે આ ફિલ્મના ગીતનું મ્યૂઝિક બોલીવુડના ચિકની ચમેલી ગીતમાં યૂઝ કરાયું હતું ક્રાંતિ રેડકરે વર્ષ 2015માં ફિલ્મ કાકનથી દિગ્દર્શક તરીકે પર્દાપણ કર્યું ફિલ્મમાં ઉર્મિલા માર્તોંડકર અને જિતેન્દ્ર જોશી છે અભિનેત્રીની સાથે સાથે દિગ્દર્શક તરીકે પણ તેની પ્રશંસા થઈ.

મિત્રો ક્રાંતિ સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય છે તેના 3 લાખથી વધુ ફોલોઅર્સ છે છાશવારે તે પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે તેના મેકઅપ વીડિયો પણ ખુબ વાયરલ થાય છે તે પોતાના ફેન્સને ઈન્સ્ટાગ્રામ પર મેકઅપ ટિપ્સ પણ આપે છે વર્ષ 2017માં સમીર વાનખેડે અને ક્રાંતિ રેડકરે લગ્ન કર્યા તેમને જોડકી દીકરીઓ છે ક્રાંતિ રેડકર અનેકવાર સમીર સાથે પોતાની તસવીરો શેર કરે છે તેમની ઉપલબ્ધિઓ પણ લોકો સાથે શેર કરે છે.

તાજેતરમાં જ ઈટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં ક્રાંતિએ જણાવ્યું હતું કે સમીર વાનખેડે 24X7 કામ કરે છે તેઓ માંડ બે કલાક ઊંઘે છે ક્રાંતિના કહેવા અનુસાર તેઓ સમીરના કામમાં દખલગીરી નથી કરતાં અને પૂરતી સ્પેસ આપે છે.

By admin

Leave a Reply

Your email address will not be published.