Sat. Aug 13th, 2022

મિત્રો એવું કહેવાય છે કે આ મંદિરમા રહેલી ભગવાન ગણેશની મુર્તિ ધીમે ધીમે વધી રહી છે મિત્રો ભગવાન ગણેશને દેવોમા સૌ પ્રથમ પૂજવામાં આવે છે અને ભગવાન ગણેશની પૂજા કરવાથી આપણા બધાજ સંકટો દુર થાય છે અને કદાચ એટલા માટે જ તેમને વિઘ્નહર્તા કહેવામા આવે છે જો જોવા જઈએ તો ભારતમા ભગવાન ગણપતિના અનેક મંદિરો આવેલા છે પરંતુ આજે આપણે વાત કરીશુ ભગવાન ગણેશના આ ચમત્કારી મંદીર વિશે.

મિત્રો આપણા ભારત દેશમા ઘણા બધા ગણપતિના મંદિરો આવેલા છે જે મિત્રો તેમની ભવ્યતા અને સુંદરતા માટે ખુબજ જાણીતા છે પર્સનતુ મિત્રો આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે કોઈ મંદિર ની નહી પરંતુ ભગવાન ગણપતિની મુર્તિ વિશે છે મિત્રો આ મુર્તિ વિશે એવુ એક એવુ રહસ્ય માનવામા આવે છે કે આ મુર્તિનો આકાર ધીમે ધીમે વધી રહ્યો છે તો આવો જાણીએ ભગવાન ગણેશના ચમત્કારી મંદિર વિશે.

મિત્રો પુરાણોમાં ભગવાન ગણપતિના ચમત્કારો ની ઘણી વાતો છે પરંતુ તેમના ચમત્કારો આજે પણ જોઇ શકાય છે ચિત્તૂરના કનિપક્કમ ગણપતિ મંદિરમાં દરરોજ એક ચમત્કાર જોવા મળે છે ભગવાન ગણેશનું આ મંદિર ઘણા કારણોસર પોતામાં અજોડ અને આશ્ચર્યજનક છે અને કહેવાય છે કે આ મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિનું કદ દરરોજ વધી રહ્યું છે આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં બહુદા નદીની મધ્યમાં બનેલા આ મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ બિરાજમાન છે અને માન્યતા મુજબ ભગવાન ગણપતિ અહીં આવતા ભક્તોના વેદનાને તુરંત જ દૂર કરે છે.

મિત્રો આંધ્રપ્રદેશમાં ચિત્તૂર જિલ્લાના ઇરલા મંડળ નામની જગ્યાએ ગણેશજીનું મંદિર આવેલુ છે અને આ મંદિરને પાણીના દેવતાનું મંદિર પણ કહેવામાં આવે છે. લોકોની માન્યતાઓ પ્રમાણે અહીં ભગવાન ગણેશની મૂર્તિ ધીમે-ધીમે આકારમાં વધતી જઇ રહી છે અને એવું કહેવામાં આવે છે કે બાહુદા નદીની વચ્ચે બનેલાં આ મંદિરના પવિત્ર જળના કારણે અનેક બીમારીઓ દૂર થાય છે તેમજ તિરૂપતિ જતાં પહેલાં ભક્ત આ વિનાયક મંદિરમાં આવીને ભગવાન ગણેશના દર્શન કરે છે.

મિત્રો આ મંદિરનું નિર્માણ 11મી સદીમાં ચોલ રાજા કુલોઠુન્ગા ચોલ પ્રથમે કરાવ્યું હતું અને ત્યાર બાદ ફરી વિજયનગર વંશના રાજાએ વર્ષ 1336માં આ મંદિરનું સમારકામ કરાવીને તેને મોટું મંદિર બનાવવાનું કામ કર્યું હતુ અને આ તીર્થ એક નદીના કિનારે આવેલું છે જેથી તેને કનિપક્કમ નામ આપવામાં આવ્યું હતું અને કહેવાય છે કે આ મંદિરમાં રહેલી ગણેશજીની મૂર્તિનો આકાર દરરોજ વધતો જઇ રહ્યો છે અને આ વાતનું પ્રમાણ તેમના પેટ અને ઘૂટણ છે જે મોટો આકાર ધારણ કરતાં જઇ રહ્યાં છે.

મિત્રો કહેવાય છે કે લગભગ 50 વર્ષ પહેલાં ભગવાન ગણેશની એક ભક્ત શ્રી લક્ષ્મામ્માએ તેમને એક કવચ ભેટ કર્યું હતું પરંતુ મૂર્તિનો આકાર વધવાના કારણે હવે તે કવચ ભગવાનને પહેરાવવામાં આવતું નથી અને કહેવાય છે કે, કોઇ વ્યક્તિ કેટલોય પાપી કેમ ના હોય તે કનિપક્કમ ગણેશજીના દર્શન કરી લે તો તેના બધા જ પાપ દૂર થઇ જાય છે અને આ મંદિરમાં દર્શન સાથે જોડાયેલો એક નિયમ છે કે માન્યતા પ્રમાણે આ નિયમનું પાલન કરવાથી બધા જ પાપ નષ્ટ થઇ જાય છે.

અને નિયમ એવો છે કે જે પણ વ્યક્તિએ પોતાના પાપની માફી માંગવી હોય તેમણે અહીં સ્થિત નદીમાં સ્નાન કરી આ પ્રણ લેવાનું રહેશે કે તે ફરી ક્યારેય તેવા પાપ કરશે નહીં જેના માટે તે માફી માંગવા આવ્યો છે મિત્રો આ મંદિરના નિર્માણની વાર્તા રસપ્રદ છે જેમા તેના ત્રણ ભાઈઓ હોવાનું કહેવાય છે. તેમાંથી એક મૂંગો હતો, બીજો બહેરા અને ત્રીજો અંધ હતો અને આ ત્રણેય મળીને જમીનનો નાનો ટુકડો ખરીદ્યો અને ખેતી માટે જમીનને પાણીની જરૂર હતી

તેથી આ ત્રણેયએ તે જગ્યાએ સારી ખોદવાનું શરૂ કર્યું અને ખૂબ ખોદકામ કર્યા પછી પાણી બહાર આવ્યું અને થોડેક વધુ ખોદકામ કર્યા પછી તેમણે ગણેશની મૂર્તિ જોઇ અને આ જોયા પછી, મૂંગું, બહેરા અને આંધળા ત્રણેય ભાઈઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા હતા અને તે ગામમાં રહેતા લોકો આ ચમત્કાર જોવા માટે એકઠા થયા હતા અને આ પછી, બધા લોકોએ પાણીની વચ્ચે ત્યાં પ્રગટ થયેલી ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી હતી અને એવું માનવામાં આવે છે કે પાછળથી આ મંદિર 11 મી સદીના ચોલા રાજા કુલોતંગ ચોલા આઇ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

આ મંદિરમાં સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં ગણેશ ચતુર્થીમાં બ્રહ્મોત્સનો પ્રારંભ થાય છે અને એવું માનવામાં આવે છે કે બ્રહ્માદેવ પોતે એકવાર પૃથ્વી પર આવ્યા હતા અને ત્યારથી આ મંદિરમાં 20 દિવસનો બ્રહ્મોત્સ્વ ઉજવવામાં આવે છે અબે આ બ્રહ્મોત્સવ દરમિયાન ભક્તોમાં અહીં રથયાત્રા કાઢવામાં આવે છે અને આ ઉત્સવ દરમિયાન,રથયાત્રા સવારે એકવાર અને બીજા દિવસેથી સાંજે એક વાર કરવામાં આવે છે અને આ રથયાત્રામાં દરરોજ ભગવાન ગણેશ વિવિધ વાહનો ઉપર ભક્તોના દર્શન કરવા નીકળે છે.

અને આ રથને ઘણા રંગબેરંગી કપડાંથી શણગારવામાં આવે છે અને આ પ્રકારની ઉજવણી ખૂબ ઓછા મંદિરોમાં થાય છે અને જો તમે આ મંદિરના દર્શન કરવા માટે બાય રોડ જવા માંગો છો તો તમારે આ મંદિર તિરૂપતિ બાસ સ્ટેશનથી લગભગ 72 કિમી દૂર છે અને અહીંથી બસ અને કેબ મળી શકે છે અને જો તમે ટ્રેન દ્વારા જવા માંગો છો તો તમે આ મંદિર તિરૂપતિ રેલ્વે સ્ટેશનથી આશરે 70 કિમી દૂર છે અને એર વે થી તિરૂપતિ એરપોર્ટ આ મંદિરથી માત્ર 86 કિમી દૂર છે.

By admin

Leave a Reply

Your email address will not be published.