Thu. Aug 4th, 2022

મીઠો લીમડો આયર્ન અને ફૉલિક એસિડનો સ્ત્રોત હોય છે. તેને કરી પત્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને લોકો ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે વઘાર કરતી વખતે ઉપયોગમાં લે છે. પરંતુ શું તમે જાણો છો કે તેમાં કેટલાય પ્રકારના ઔષધિય ગુણ પણ રહેલા હોય છે. જેના કેટલાય સ્વાસ્થ્યવર્ધક લાભ પણ થાય છે. જાણો, મીઠા લીમડાના થતા ફાયદાઓ વિશે…

વધારે શરાબ પીવાથી લીવરને નુકશાન પહોંચે છે એવામાં પોતાના ભોજનમાં મીઠો લીમડો સામેલ કરવાનું ન ચૂકશો. એશિયન જર્નલ ઑફ ફાર્માસુટિકલ એન્ડ ક્લીનિકલ રિસર્ચ અનુસાર શરીરમાં કેમ્પફેરૉલના કારણે જે ઑક્સિડેટિવ સ્ટ્રેસ અને ટૉક્સિન્સ બનાવે છે તે લીવરને નુકશાન પહોંચાડે છે, મીઠો લીમડો તમને તે નુકશાન થવાથી બચાવે છે.

જો તમે મીઠા લીમડાનું સેવન કરો છો તો તેમાં રહેલાં વિટામિન A અને C હોય છે જે લીવરને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. મીઠા લીમડામાં જે ફાયબર હોય છે તે જે બ્લડમાંથી ઇન્સ્યુલિનને પ્રભાવિત કરીને બ્લડ-શુગર લેવલને કંટ્રોલ કરે છે.

મીઠો લીમડો પાચનશક્તિ વધારીને વેટ લૉસ કરવામાં મદદરૂપ થાય છે. એટલા માટે ડાયાબિટીસ અને વજન વધવાની પરેશાનીમાં લોકોએ મીઠા લીમડાનું સેવન કરવું જરૂરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published.