જગતનો સૌથી સુખી માનવી કોણ ? ધનવાન, સત્તાવાન, શક્તિવાન કે મહિમાવાન ? ના. આમાંથી એકેય નહીં. જગતનો સૌથી સુખી માનવી એ છે કે જેને રાત્રે નિરાંતે ઘસઘસાટ ઉંઘ આવે છે.
આજના માનવી પાસે ઘણું બધું છે, પરંતુ એની પાસે શાંત અ-ને તાજગીદાયક નિદ્રા નથી. એ આખી રાત સ્વપ્નસૃષ્ટિમાં પરિભ્રમણ કરતો રહે છે. નિંદ્રા મેળવવા માટે કેટલાય ઉપચાર કરે છે. હવાતિયા મારે છે. કોઈ ઔષધિ કે ઉંઘની ટેબ્લેટ લે છે અને છતાં ય એને ગાઢ નિદ્રા આવતી નથી. આનું કારણ એ છે કે નિંદ્રાનો સંબંધ એ રાત સા-થે નહિ, પણ દિવસ સાથે જોડાયેલો છે. દિવસના કાર્યોનું પરિણામ નિદ્રામાં રાત્રે અજાગૃત મનમાં માનવી ભોગવતો હોય છે. ઘણી વ્યક્તિઓ -તો આખી રાત સ્વપ્નમાં વીતાવે છે અને સવારે એનો થાક અનુભવે છે. જીવનમાં સૌથી મહત્ત્વની બાબત એ નિદ્રા પૂર્વેની સ્થિતિ અને જાગૃતિ સમયની સ્થિતિ છે.
જાગૃત અવસ્થામાં જે જીવ્યા હશો, એનું અનુસંધાન જ નિદ્રામાં હશે.- આને માટે રાત્રે નિદ્રા સમયે ચિત્તને પૂર્ણ બ્રહ્મના વિચારમાં લીન કરી દેવું. આવો વિચાર કરતી વખતે મનની દોડધામ ઓસરી જશે અને શુદ્ધ અંતઃકરણથી પોતાના હૃદયને જોતાં શાંતિ પ્રાપ્ત થશે. આત્માની સહુથી નજીકની કોઈ સ્થિતિ હોય તો તે સત્ત્વ અથવા શુદ્ધ અંતઃકરણ -છે. આ રીતે શુદ્ધ અંતઃકરણથી દિવસ પસાર થાય તો રાત્રિ સંપૂર્ણ બ્રહ્મમય સ્થિતિમાં જશે. આ પ્રક્રિયામાં વ્યક્તિ ધીરે ધીરે નિર્મળતા તરફ ગતિ કરશે અર્થાત્ એનું જીવન નિર્મળ બનશે. આને માટે નિત્ય- નોંધ ઉપયોગી બને છે. રાત્રે સૂતી વખતે મનમાં દ્રઢ નિર્ધાર કર્યો હતો કે- આજે થયેલી ભૂલ કે ક્ષતિ આવતીકાલે તો નથી જ કરવા, એ નિર્ધાર કે નિશ્ચયનું પ્રાતઃકાળે ઉઠતી વખતે પુનઃ સ્મરણ કર-વું. મનને કહેવું કે ગઈકાલની મારી નિત્યનોંધમાં મારી જે નિર્બળતાઓ મને લાગી હતી, તે નિર્બળતાઓ સામે આજે હું લડી લઈશ. એ પ્રલોભનોથી દોરવાઈશ નહીં અને એ રીતે જીવનમાં સંકલ્પ કરતા અંતઃકરણની શુદ્ધિ થતી રહેશે અને જીવનમાં નવું પ્રભાત ઊગશે.
જગતની વિભૂતિઓ એ આ જ રીતે પોતાનું જીવન ગાળ્યું- છે. મહાન સંતોએ સતત પોતાની ભૂલો પ્રત્યે જાગૃતિ કેળવી છે. આથી જ ભક્ત કવિ સૂરદાસ જેવા એમ કહે છે કે, ‘મૌ સમ કૌન કુટિલ ખલ કા-મી.’ આવો મહાન કૃષ્ણભક્ત સંત પણ પોતાની જાતની નાનામાં નાની ભૂલોને કઈ રીતે જુએ છે ! બીજાના પહાડ જેવા દોષને રાઈ જે-વા જોવા અને પોતાના રાઈ જેવા દોષને પહાડ જેવા જોવા, એ જ તો સંતની સરળતા છે. આવી જાગૃતિને પરિણામે તો બાળપણમાં તદ્દન સામાન્ય એવા મોહનદાસ મહાત્મા ગાંધી બન્યા.
પોતાનું જીવન પ્રભુમય બનાવનારે એક બીજું કાર્ય પણ કરવા-નું હોય છે. જીવનમાં આપણે જે કાર્યો કરીએ છીએ, એમાં સામાન્ય કાર્ય તો આપણે આપોઆપ કરીએ છીએ. સવારે ઉઠીને બ્રશ કરવાનું હોય, સ્નાન કરવાનું હોય, વસ્ત્ર પરિધાન કરવાના હોય, તો આને માટે મનને દોરવવું પડતું નથી. મન આપોઆપ જ આ બધી ક્રિયાઓ ક-રતું હોય છે, પરંતુ આ ક્રિયા વખતે વ્યક્તિ જો પોતાના ચિત્તને ઁકારમાં કે નવકારમાં પરોવી લે, તો એના જીવનની પ્રત્યેક ક્ષણ એ ધર્મમય બની જશે. વ્યક્તિ ખુલ્લી હવામાં લટાર મારતી હોય કે પછી વ્યાયામ કરતી હોય, ત્યારે પણ એની સાથે એક જપ સતત ચાલવો જોઈએ-. આ જપની રટણા એના જીવનને દિવ્ય બનાવશે. એ રીતે મંત્ર સાથે એકરૂપતા સધાશે અને હૃદયમાં બ્રહ્મપ્રાપ્તિનો- કે ઇશ્વરની અનુભૂતિનો અનુભવ થશે. જીવન તો વહેતું રહેશે, પણ એની બે ધારા ચાલશે. એક ધારા બહાર વહેશે, જે રોજિંદા કાર્યો કરે છે અને એની સાથોસાથ એક ધારા ભીતરમાં વહેશે, જે વ્યક્તિને બ્રહ્મ સાક્ષાત્કાર તરફ લઈ જશે.
માત્ર ત્રણ શબ્દના પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે જો ચિત્ત -આતુર બને તો આપણા જીવનનો બેડો પાર થઈ જાય. આ ત્રણ શબ્દો છે. ‘હું કોણ છું ?’ વ્યક્તિ વિશ્વનો વિચાર કરે છે. સમાજની પરિસ્થિતિની ચિંતા સેવે છે. પરિવારજનોની સારી- માઠી બાબતની ચર્ચા કરે છે. પોતાના નજીકના સગા-સંબંધીઓ કે પતિ યા પત્નીના સ્વભાવની વિશે ટીકા કરે છે. આ તમામ સમયે વ્યક્તિ પોતાની જાતને બાદ રાખે છે. બીજાના અવગુણો જોતી વખતે એ પોતાના અવગુણોનું વિસ્મ-રણ કરે છે. માત્ર પોતાના ગુણો પર દ્રષ્ટિ જ સતત ઠેરવે છે.
જેને અંતરદ્રષ્ટિ પામવી છે, એને માટે જીવનદ્રષ્ટિ મહત્ત્વની- બની રહે છે. જો એની જીવનદ્રષ્ટિ ઘરથી માંડીને વિશ્વમાં ચાલતા પ્રપંચ- કાવાદાવા કે વેરઝેરને જ જોતી રહેશે, તો એ દ્રષ્ટિને સ્વપ્નજીવનમાં પણ એ જ વેરઝેર, કાવાદાવા અને સ્વાર્થનો અનુભવ થશે. વ્યક્તિની દ્રષ્ટિ વિધાયક, રચનાત્મક કે શુભભાવવાળી હશે, તો એને જ-ગત તરફથી એને લાગણી, સ્નેહ અને મમતાનો અનુભવ થશે. આ અર્થમાં તો દુનિયા એક અરીસો છે, જેવું આપણે એ અરિસામાં જોઈએ છીએ, તેવા પ્રતિબિંબનો આપણને સ્વયં અનુભવ થાય છે.
આમ, વ્યક્તિની દ્રષ્ટિ એના જીવન ઘડતરમાં ચાવીરૂપ બને છે. એ જ બાબત એને આશાવાદી, ગુણગ્રાહક કે મૈત્રીપૂર્ણ બનાવે છે. એની વિપરિત દ્રષ્ટિ હશે તો સર્વત્ર, શંકા, અશ્રદ્ધા અને અના-ચાર જ જોતી રહેશે. જેને અંતર્દ્રષ્ટિ પ્રાપ્ત કરવી છે એને પહેલાં પોતાની દ્રષ્ટિ કેળવવી પડશે. જો સાચી દ્રષ્ટિ નહીં હોય, તો અંતર્દ્રષ્ટિની કોઈ શક્યતા જ જાગશે નહીં.
આ અંતર્દ્રષ્ટિનું પ્રથમ સોપાન એ ‘હું કોણ છું ?’ની શોધ છે. જે ક્ષણે વ્યક્તિ આ વિચારનો પ્રારંભ કરશે, એ ક્ષણે એને તદ્દન ભિન્ન યા વિચિત્ર અનુભવ થશે. એને પહેલો અનુભવ એ થશે કે આવો પ્રશ્ન તો- એણે ક્યારેય વિચાર્યો જ નહોતો. પોતાની જાતને પૂછ્યો જ નથી ! જગત વિશે જાણનારો એ સ્વયંથી સાવ અપ-રિચિત છે. આજ સુધી એણે બહારનું જગત જ જોયું હતું, હવે એની દ્રષ્ટિ અંદરના જગત તરફ વળે છે. ઘણીવાર તો એમ પણ લાગશે કે આ પ્રશ્ન સાવ નિરર્થક છે. ‘હું મારી જાતને- જાણું છું મને મારો પૂર્ણરૂપે પરિચય છે પછી હું કોણ છું ? એ સવાલ સાવ અપ્રસ્તુત છે. મારી પાસે બાયોડેટા છે, જેમાં જન્મથી માંડીને મારા જીવનની ઝીણામાં ઝીણી વિગતો સામેલ છે.’
હકીકતમાં વ્યક્તિને સાચો બાયોડેટા તો એનો લેખિત બાયોડેટા પૂરો થયા પછી જ શરૂ થાય છે. આથી ‘હું કોણ છું ?’નો જવાબ શોધવા માટે એણે પહેલું કામ બહાર દોડતા મનને ભીતરમાં- વાળવાનું શરૂ કરવું પડશે. એનું પહેલું લક્ષ્ય પોતાની બહારની પ્રવૃત્તિઓને તપાસવાનું રહેશે.
બાહ્ય પ્રવૃત્તિઓ વ્ય્કતિને માટે પોષક છે, પરંતુ એનો અતિરેક વ્યક્તિના વ્યક્તિત્વની નાશક છે. બહાર દોડતી વ્યક્તિ પાસે માત્ર બહારી જગત જ હોય છે. એ બહારની વાતો સાંભળતો રહેશે. બહારની ઘટનાઓ જોતો રહેશે. બહારના સંજોગો વિચારતો રહેશે અને એના પરથી પોતાની પ્રગતિનું માપ કાઢતો રહેશે, પણ -બહારની આ પ્રગતિ એ ખરેખર સાચી પ્રગતિ ગણાય ? એવું પણ થાય કે આ બહારની પ્રગતિ વ્યક્તિ પર એવો તો ભરડો જમાવે કે એનું ભીતર એનાથી ઘેરાઈ જાય.
સાધક હંમેશા બાહ્ય પ્રવૃત્તિ પર ચાંપતી નજર રા-ખતો હોય છે. આનું કારણ એ કે જો રાતદિવસ બાહ્ય પ્રવૃત્તિઓમાં જ ડૂબેલો રહેશે તો આત્મવિચાર કઈ ક્ષણે કરશે ? જો એ આત્મવિચાર -કરી શકે નહીં તો જીવનમાં શાંતિ અને સાર્થક્ય કઈ રીતે પામશે ?
ચોવીસે કલાક જેનું મન બહારનાં કાર્યોની ગોઠવણમાં ડૂબેલું હોય છે, તેની દશા જુઓ ! પ્રવૃત્તિનો અતિ વિસ્તાર એના મનની વ્યાકુળતા સતત વધારતો હોય છે. અવિરત બાહ્ય પ્રવૃત્તિ ક-રનાર પોતાના ચિત્તમાં જુદી જુદી પ્રવૃત્તિઓ કરવા અંગે સંઘર્ષ અનુભવતો હોય છે. આ કામ કરવું કે તે કામ કરવું તેનું સતત દ્વંદ્વ ચાલતું હોય છે-. વળી એ કામ પૂર્ણ ન થાય એટલે મનમાં ઉદ્વેગ રહેતો હોય છે.
વ્યક્તિએ એની પ્રવૃત્તિની ગોઠવણ કરતા પૂર્વે પોતાની શારીરિક શક્તિ, માનસિક ક્ષમતા અને સમયની અનુકૂળતા – એ ત્રણ બાબતનો વિચાર કરવો જોઈએ. આજે શરીર નીચોવીને કામ કરવાની વાત મોટા -ઉદ્યોગગૃહોમાં જોવા મળે છે. એને ‘વર્ક કલ્ચર’ એવું રૂપાળું નામ પણ આપ્યું છે, પરંતુ દેહથી સતત દોડધામ કરી ર-હેલો માણસ યુવાનીમાં રોગને નિમંત્રણ આપે છે અને ક્યારેક અકાળ મૃત્યુ નોંતરે છે. બીજી બાબત છે માનસિક ક્ષમતા કે જેમાંં વ્યક્તિએ પોતાના મનની શક્તિનો વિચાર કરવો જોઈએ. મન પણ આરામ માંગે છે. એની તાજગી જાળવવા માટે વિરામ અને જૂદું વાતાવરણ જરૂરી છે.