જમ્મુ કાશ્મીરમાં હાલ ખુબ જ ભયજનક સ્થિતિ ઊભી થઈ છે જમ્મુમાં ભારતીય સેના દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ એન્કાઉન્ટર ચલાવવામાં આવી રહ્યું છે જેમાં આતંકવાદીઓ અને સૈન્ય વચ્ચે અનેક એન્કાઉન્ટર થઈ ચૂક્યા છે જેમાં ભારતીય સેનાને ઘણા આતંકવાદીઓને ઠાર કરી દીધા છે જો કે આ એન્કાઉન્ટરમાં ભારતીય સૈન્યને પણ ઘણું નુકસાન થયું છે આ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના કેટલાક જવાનોએ શહીદી વહોરવી પડી છે.
મિત્રો ગુજરાતે આજે એક સપૂત ખોયો છે ગુજરાતે આજે એક વિર જવાન ખોયો છે દેશની રક્ષા કાજે આજે ખેડાના કપડવંજના વણઝારીયા ગામના જવાને શહીદી વહોરી તિરંગાનું કફન ઓઢી લીધૂ છે 25 વર્ષીય હરીશ પરમાર પૂંછમાં આતંકવાદીઓ સાથે અથડાણમાં શહીદ થતાં દેશ સહિત ગુજરાતભરમાં શોકની લાગણી છવાઈ છે.
જમ્મુમાં આતંકવાદીઓ સામે ચાલી રહેલ લડાઈમાં ગુજરાતના કપડવંજ તાલુકા ખાતે આવેલ વણઝારીયા ગામનો એક આર્મી જવાન મછાલ સેકટરમાં શહીદ થયા છે જમ્મુમાં ગુજરાતનાં હરિશસિંહ રાધેસિહ પરમાર નામના જવાને માત્ર 25 વર્ષની ઉંમરે શહીદી વહોરી લીધી છે જમ્મુના મછાલ સેકટરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલ લડાઈમાંહરિશસિંહ શહીદ થયા છે હરિશસિંહ વર્ષ 2016માં ભારતીય સેનામાં જોડાયા હતા હરિશસિંહની શહિદીના સમાચાર સાંભળતાજ વણઝારીયા ગામ શોકમગ્ન બન્યું હતું.
મિત્રો જવાન હરીશ પરમાર આતંકવાદી સામે લડતા થયા શહીદ.દેશની સુરક્ષા કરવાની નેમ લઈ આર્મી સાથે જોડાયેલા 25 વર્ષીય હરીશ પરમારનું જમ્મુ કાશ્મીરના પૂંછમાં પોસ્ટિંગ હતું જે દરમિયાન આતંકવાદી સાથે અથડામણમાં ગુજરાતે વીરજવાન હરીશ પરમારને ખોયા છે 2016માં ઇન્ડિયન આર્મીમાં જોડાયેલા જૂવાનધોધ ગુજરાતના દીકરાએ સામી છાતીએ આતંકીઑ સામનો કર્યો હતો મેં રહું યા ના રહુ ભારત યે રહેના ચાહિએની કડીને સાર્થક કરી પોતાના જીવનને ભારત માતા માટે ખપાવી દીધું છે હાલ પરિવારને શહીદ થયાની જાણ કરી દેવામાં આવી છે અને પાર્થિવ શરીરને ગુજરાત લાવવાની તજવીજ ભારતીય સેના દ્વારા કરવામાં આવી રહી છે.
મિત્રો 2500ની વસ્તી ધરાવતું વણઝારીયા ગામ શોક મગ્ન
ખેડાના કપડવંજના વણઝારીયા ગામના જવાન હરીશ પરમારની શહીદીના સમાચાર મળતા પરિવાર સહિત 2500ની વસ્તી ધરાવતું ગામ શોક મગ્ન થયું છે હરીશ પરમારના પરિવારજનો પોંક મૂકી રડી રહ્યા છે ગામલોકો સહિત આસપાસના વિસ્તારના લોકો પરિવારને સાંત્વના પાઠવવા પહોંચી રહ્યા છે અને પરિવાર સાથે દૂ:ખની ઘડીમાં સાથ આપી રહ્યા છે દિલાસો આપી રહ્યા છે સાથેજ ભારત માતા કી જય અને અમર જવાન હરીશ પરમાર શહીદ રહોના નારા લાગી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં હાલ ખુબ જ ભયજનક સ્થિતિ ઊભી થઈ છે જમ્મુમાં ભારતીય સેના દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ એન્કાઉન્ટર ચલાવવામાં આવી રહ્યું છે જેમાં આતંકવાદીઓ અને સૈન્ય વચ્ચે અનેક એન્કાઉન્ટર થઈ ચૂક્યા છે જેમાં ભારતીય સેનાને ઘણા આતંકવાદીઓને ઠાર કરી દીધા છે જો કે આ એન્કાઉન્ટરમાં ભારતીય સૈન્યને પણ ઘણું નુકસાન થયું છે આ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના કેટલાક જવાનોએ શહીદી વહોરવી પડી છે.