Sat. Aug 13th, 2022

મિત્રો દ્વારકા યાત્રાધામ અને જ્યોર્તિલિંગ સોમનાથ વચ્ચે આવેલું હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર પરનું આ પ્રાચીન મંદિર આશરે 5000 વર્ષ જૂનું હોવાની વાયકા છે કહેવાય છે કે દ્વારકા પ્રદેશમાં રાક્ષસો ત્રાસ વધતો જતો હોય ભગવાન દ્વારિકાધીશને રાક્ષસોનો સંહાર કરવા શક્તિની જરૂર પડી હતી અને શક્તિના દાતા ભગવાન દ્વારકાધીશના કુળદેવી હરસિદ્ધિ માતાજીએ ભગવાનના હથિયાર ભાલામાં શક્તિરૂપે બિરાજમાન થયા હતા ભગવાને રાક્ષસનો સંહાર કર્યો હતો ત્યારબાદ ભગવાન દ્વારિકાધીશે કોયલા ડુંગર ઉપર હરસિદ્ધિ માતાજીના આ મંદિરનું નિર્માણ કરાવ્યું હોવાની માન્યતા છે.

મિત્રો મંદિર અંગેની બીજી લોકવાયકા એવી છે કે મહારાજા વિક્રમાદિત્યે તપશ્ચર્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજજૈન લઈ ગયાં. આમ માતાજીના વાસ દિવસ દરમ્યાન ઉજજૈનના હરસિદ્ધ મંદિરમાં અને રાત્રી દરમ્યાન અત્રેના મંદિરમાં હોય છે. માતાજી અહી પધારે તે વખતે હિંડોળાનો અવાજ થાય ત્યાર બાદ જ આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ દર્શન થાય છે.

મિત્રો કોયલા ડુંગરે બિરાજતા હરસિદ્ધિ માતાજીનું એક મંદિર ડુંગરની નીચે આવેલું છે જે 800 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે આ મંદિર માટે કચ્છના વેપારી શેઠ જગડુશાની કથા પણ જાણીતી છે એકવાર દુષ્કાળના સમયમાં શેઠ જગડુશાના વાહનો અહીંથી દરિયાઈ માર્ગે પસાર થતા હતા તે દરમિયાન સમુદ્રમાં તોફાનના કારણે જગડુશાના વહાણો ડૂબી ગયા હતા ત્યારે જગડુશાએ માતાજીને પ્રાથના કરતા જગડુશાના વહાણોને માતાજીએ ઉગારી લીધા હતા અને શેઠ જગડુશા અને તેમનો પરિવારે કોયલા ડુંગરની નીચે મંદિરનું નિર્માણ કર્યું હોવાનું માનવામાં આવે છે તેવું સ્થાનિક વેપારી આગેવાન દિનેશ ગિરિએ જણાવ્યું.

શ્રીકૃષ્ણએ બંધાવ્યું હતું મંદિર.તો ત્રીજ એક માન્યાત એવી પણ છે કે શ્રીકૃષ્ણના હાથે કંસનો વધ થયો જે જરાસંઘનો જમાઇ હતો તેથી જરાસંઘે પૃથ્વીને યાદવો વિનાની કરવાનું ઠાની લીધું. ત્યારે યાદવોને અસુરોના ત્રાસમાંથી બચાવવા માટે શ્રી કૃષ્ણ ભગવાને શ્રી શક્તિની સ્તુતિ કરી હતી. જેથી શક્તિ દેવી પ્રસન્ન થયા અને અસુરોનો નાશ કર્યો.

મિત્રો કોયલા ડુંગરે બિરાજતા હરસિદ્ધિ માતાજીના મંદિર આસપાસ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલેલી જોવા મળે છે આ મંદિર હાલ જામ ધર્માદા ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે અહીં ભાવિકો-પ્રવાસીઓની ચલપહલ બારેમાસ રહેતી હોવાથી તે યાત્રાધામ તરીકે પ્રખ્યાત છે. ગૃહિણીઓ પોતાના સોભાગ્યના લાંબા આયુષ્ય માટે પણ અહીં દર્શને આવે છે અહીથી કંકુ લઈ જઈ પોતાના માથામાં સેંથો પૂરે છે અહી આવતી દરેક પરિણીત સ્ત્રી અહીથી કંકુ લઈ જવાનું કદી ચૂકતી નથી.

કોયલા ડુંગર પરથી મંદિરનો નજારો.બંન્ને મંદિરોના મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમ જ પાછળથી દેવીની મૂર્તિઓ લગભગ સરખી છે. હરસિદ્ધ માતાનું મંદિર માત્ર સમચોરસ ગર્ભગૃહનું બનેલું છે.તેની દીવાલો તદ્દન સાદી છે. તેની રચનામાં ભૂમિ સમાંતર થર છે.

કોયલા ડુંગર ઉપર હરસિદ્ધિ માતાજીનાં દર્શન કરવા માટે 650 જેટલા પગથિયા ચઢવા પડે છે હાલ પ્રવાસન વિભાગ દ્વારા પણ મંદિરના વિકાસ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે તો જામસાહેબ બાપુ દ્વારા પણ અહી નવ નિર્મિત મંદિર બનાવવામાં આવી રહ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે એવું માનવામાં આવે છે કે હરસિદ્ધિ માતાજી સવારની આરતીમાં હર્ષદ ખાતે સાક્ષાત બિરાજેલા હોય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે તેમજ સાંજની સમયની આરતી વખતે વિક્રમ રાજાને આપેલા વાયદા મુજબ તેઓ ઉજ્જૈન ખાતે સાક્ષાત પધારે છે.

પ્રવાસન સ્થળ તરીકે પણ જોવામાં આવે છે.મંદિરની પાછળ એક કિલોમીટર દુર સુધી રેતીવાળો છીછરો દરિયા કિનારો જોવા મળે છે. આમ આ મંદિર પ્રવાસન સ્થળ તરીકે પણ જોવામાં આવે છે. મંદિર આવો ત્યારે ત્યાં રહેવા માટે ધર્મશાળાઓ અને રૂમોની સગવડ મળી રહે છે.

By admin

Leave a Reply

Your email address will not be published.