Fri. Aug 12th, 2022

પૃથ્વી સૂર્યની પરિક્રમા 365 દશાંશ 25 દિવસ એટલે કે 365 દિવસથી થોડાક કલાક વધારે સમયમાં પૂરો કરે છે, જેને જ્યોતિષમાં એક નક્ષત્ર વર્ષ કહેવામાં આવે છે. જ્યોતિષમાં પૃથ્વીની સાપેક્ષમાં તમામ ગ્રહોનો અભ્યાસ કરવામાં આવે છે એટલા માટે સૂર્ય કુંડળીમાં જે અંશ પર હોય છે તેના ઠીક એક વર્ષ પછી તે જ અંશ એટલે કે રાશિ અને કળામાં આવવા પર બનતી કુંડળીને વર્ષ કુંડળી કહેવામાં આવે છે. જે પ્રકારે વ્યક્તિ વિશેષની વર્ષ કુંડળીથી તેના આવનાર એક વર્ષ વિશે જણાવી શકાય છે તેવી જ રીતે કોઇ રાષ્ટ્રની વર્ષ કુંડળી બનાવીને જ્યોતિષ નિયમો અનુસાર તે રાષ્ટ્રના એક વર્ષનું ભવિષ્ય જણાવી શકાય છે. તો જાણો, ભારત માટે આગામી એક વર્ષ કેવું રહેશે તે વિશે જ્યોતિષશાસ્ત્રીનું શું કહેવું છે…

અનુચિત ઘટના બનવાના સંકેત

15 ઓગષ્ટે આપણો દેશ આઝાદ થયાના 73 વર્ષ પૂરાં થયા પરંતુ વર્ષ કુંડળીના નિયમ અનુસાર ગોચરમાં સૂર્ય ભારતની આઝાદીની કુંડળીના સૂર્ય સમાન રાશિ-અંશ-કળા પર 14 ઓગષ્ટની સાંજે 4 વાગીને 58 મિનિટ પર પહોંચ્યો. આ સમયની વર્ષ કુંડળીમાં ધન લગ્ન ઉદય થઇ રહ્યો છે જે આઝાદ ભારતની વૃષભ લગ્નની કુંડળીના અષ્ટમ ભાવ છે. જે કોઇ યુદ્ધ અને મોટા નેતાઓની સાથે અનુચિત ઘટના બનવાના સંકેત આપી રહ્યા છે.

યુદ્ધના યોગનું નિર્માણ

ધન લગ્નની વર્ષ કુંડળીમાં મુંથા યુદ્ધના સપ્તમ ભાવમાં રાહુ અને છઠ્ઠા ઘરના સ્વામી શુક્ર સાથે મળીને એક ખતરનાક યોગ બની રહ્યો છે. મુંથા પર પડી રહેલા યુદ્ધનો પરિબળ ગ્રહ મંગળની દ્રષ્ટિ અશુભ છે. મુંથેશ બુધ વિનાશ સ્થાન એટલે કે અષ્ટમ ભાવમાં થઇને પાપ ગ્રહ શનિથી દ્રષ્ટ થાય છે. આ બધા યોગની સાથે આઝાદ ભારતની કુંડળીમાં ચાલી રહેલા ગુરુમાં શનિની યોગિની દશા દેશ માટે યુદ્ધના યોગનું નિર્માણ કરી રહી છે. 15 ઓગષ્ટના થોડાક દિવસ બાદ ચીન-ભારતની સરહદ પર પાકિસ્તાનની મિલીભગત જ સૈન્ય શક્તિ દર્શાવી શકે છે. વર્ષ કુંડળીમાં ધન સ્થાન પર બેઠેલા વક્રી શનિ પર સૂર્ય અને બુધની દ્રષ્ટિ અર્થવ્યવસ્થામાં મંદી યથાવત રહેવા તથા સરકાર દ્વારા બજારમાં હસ્તક્ષેઓનો સંકેત છે. સૂર્ય અને બુધ પર શનિની દ્રષ્ટિ નાણાંકીય બજારમાં મંદી તથા સોનામાં તેજી આવવાના સંકેત છે.

ઘોષણાપત્રના ત્રણ જૂના સંકલ્પોમાંથી બે ને પૂર્ણ કરી દીધા

ગત એક વર્ષમાં કલમ 370 નાબૂદ કરવા તથા રામ મંદિરનું નિર્માણ કાર્ય આરંભ કરીને ભાજપ સરકારે પોતાના ઘોષણાપત્રના ત્રણ જૂના સંકલ્પોમાંથી બે ને પૂર્ણ કરી દીધા છે. હવે ભારતની આઝાદીના વર્ષ કુંડળીના સપ્તમ ભાવમાં રાહુ અને શુક્ર સાથે મળીને લગ્ન સંબંધિત કાયદાઓ જેવા કે મુસ્લિમ બહુવિવાહ પ્રથા, નિકાહ-હલાલા, મુસ્લિમ મહિલાઓના તલાક બાદ ભરણપોષણ ભથ્થું સંબંધિત કાયદા જે મુસ્લિમ પર્સનલ લોના અંતર્ગત છે, તેમાં મોટા સુધારણા થવાના સંકેત છે.

મોટા વિરોધનો સામનો

આગામી એક વર્ષની અંદર લગ્ન, સંપત્તિ, ઉત્તરાધિકાર, દત્તકપુત્ર વગેરે પર્સનલ લોમાં મોટા ફેરફાર લાવીને સરકાર જનતાના કેટલાક સમૂહના મોટા વિરોધનો સામનો કરી શકે છે. વર્ષ કુંડળીના સપ્તમ ભાવમાં રાહુ, શુક્ર અને મુંથાનું હોવું લગ્ન સંબંધિત કાયદામાં મોટા ફેરફાર લાવી શકે છે. જે સરકારના કોમન સિવિલ કોડ તરફ આગળ વધવાનો ઇશારો છે. જેના માટે સમાજના એક મોટા વર્ગને પ્રતિકારનો સામનો કરવો પડી શકે છે. ભારતની આઝાદી કુંડળીમાં ચાલી રહેલા ચંદ્ર-શનિની દશા આગામી વર્ષે જૂન મહિના સુધીમાં આ મોટા સામાજીક ફેરફારોથી દેશમાં ઉથલ-પાથલ મચાવી શકે છે.

પૃથ્વી સૂર્યની પરિક્રમા 365 દશાંશ 25 દિવસ એટલે કે 365 દિવસથી થોડાક કલાક વધારે સમયમાં પૂરો કરે છે, જેને જ્યોતિષમાં એક નક્ષત્ર વર્ષ કહેવામાં આવે છે. જ્યોતિષમાં પૃથ્વીની સાપેક્ષમાં તમામ ગ્રહોનો અભ્યાસ કરવામાં આવે છે એટલા માટે સૂર્ય કુંડળીમાં જે અંશ પર હોય છે તેના ઠીક એક વર્ષ પછી તે જ અંશ એટલે કે રાશિ અને કળામાં આવવા પર બનતી કુંડળીને વર્ષ કુંડળી કહેવામાં આવે છે. જે પ્રકારે વ્યક્તિ વિશેષની વર્ષ કુંડળીથી તેના આવનાર એક વર્ષ વિશે જણાવી શકાય છે.

By admin

Leave a Reply

Your email address will not be published.