હિન્દુ ધર્મના પૌરાણિક શાસ્ત્રો માં ઘણી બધી વાતો જણાવવામાં આવી છે જેના માણસ પોતાનું નસીબ કેવું હશે તેની પણ નોંધ કરેલી છે. જી હા આ સત્ય છે આજે આપણે ભાગ્યશાળી પુરુષો વિશે થોડા એવા લક્ષણ જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમે જાણી જશો કે આ પુરુષ ભાગ્યશાળી છે કે નહિ? તો આવો સમાચાર ઉપર એક નજર નાખીએ. આ વાત નો ઉલ્લેખ ગરુડ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે.
ઘણા પુરુષો બોલવામાં ખુભ ખ્યાલ દાખવે છે એટલેકે પોતાની અંગત વાતો કોઈની સામે રજુ નથી કરતા, તે ભાગ્યશાળી હોય છે. કેમ કે શાસ્ત્રો મુજબ, અંગત વાતોને મનમાં રાખવી જોઈએ.ઘણા લોકો ને ખુદ ના વખાણ કરવાની ટેવ હોય છે, પણ જે પુરુષ પોતે જ પોતાના વખાણ નથી કરતા, તે ભાગ્યશાળી હોય છે, કેમ કે શાસ્ત્રોમાં પોતાના વખાણ કરવા વાળા અહંકારી માનવામાં આવેલ છે.
ઘણા લોકો તેના જીવન માં રહેલી વસ્તુઓ થી ખુશ નથી હોતા તે બીજું ઘણું બધુ કામવાની કોશિશ કરે છે. પણ જે પુરુષ પોતાના જીવનમાં ખુશ રહે છે, એટલે જે તેમની પાસે છે, તેમાં સંતુષ્ઠ રહે છે, તે ઘણા વધુ ભાગ્યશાળી હોય છે.
પૌરાણિક ગ્રંથો અનુસાર ઋષિમુનિઓ પણ સવારે ઉઠીને અંગ ઉપાંગ ને સ્વસ્થ કરતાં તેમ જે પુરુષ સવારે ઉઠીને કસરત કરે છે, તેમનું જીવ આનંદિત રહે છે. સાથે જ સવારે ઉઠીને ભગવાનની કૃપા વરસે છે.
જે માણસ તેના ફેમિલીનું ધ્યાન રાખે છે. સાથે જ મિત્રો કે કુટુંબ સાથે હમેશા સંપર્ક જાળવી રાખે છે, એવા પુરુષ ભાગ્યશાળી હોય છે. નાના મોટા લોકો નો આદર કરનાર માણસ પર ભગવાનની કૃપા રહે છે. સાથે જ તેમાં કોઈને લઈને કોઈપણ ખરાબ વિચાર નથી હોતો.
જે પુરુષ સાચા અને ધર્મ નો માર્ગ અપનાવીને પૈસા કમાઈ છે, એટલે કોઈપણ જાતનું પાપ કરવું કે ખોટી રીતે પૈસા નથી કમાતા, એવા લોકો ભાગ્યશાળી હોય છે. ઘણા પુરુષો બોલવામાં ખૂબ સમજદાર હોય છે અને તે એક ઉત્તમ શ્રોતા પણ હોય છે. એવા પુરુષોનું લગ્ન જીવન સફળ અને સુખી રહે છે.