Sat. Aug 20th, 2022

ભારતીય રસોડામાં અનેક મસાલાઓનો ઉપયોગ થતો હોય છે. આ મસાલાઓ આપણી ઈમ્યૂનિટીને સ્ટ્રોન્ગ બનાવવામાં મદદ કરે છે. સાથે જ ઘણાં પ્રકારની તકલીફોને ઠીક કરવામાં પણ મદદ કરે છે. એવો જ એક મસાલો છે કાળા મરી. કાળા મરીનો ઉપયોગ બધાંના ઘરમાં કરવામાં આવે છે.

ઘણી નાની-નાની સમસ્યાઓમાં તેના નુસખાઓ વિશે લોકોને ખબર હોતી નથી. કાળા મરીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોવાને કારણે ખૂબ જ અસરકારક ઔષધી પણ માનવામાં આવે છે. રોજ કાળા મરીનો ઉપયોગ કરવાથી ઘણાં રોગો સામે રક્ષમ પણ મળે છે. ચાલો જાણીએ.

કાળા મરીના ફાયદા અને ઉપયોગ- વધુ પ્રમાણમાં ઉધરસ આવતી હોય અને ઊંઘી ન શકતા હો તો મરીના એકાદ દાણાને મોંમાં મૂકી ચૂસતા રહો. ઉધરસમાં આરામ મળશે તથા ઉંઘ પણ સારી આવશે.

થોડો આદુ તથા 3-4 મરી મેળવી ઉકાળો બનાવી પીવાથી તરત ઉધરસમાં લાભ થશે. ચાને બદલે આનો પ્રયોગ કરી શકો છો.

શીતપિત્ત થયું હોય તો 4-5 કાળમરી વાટી તેમાં એક ચમચી હૂંકાળું ઘી તથા ખાંડ મેળવીને પીવાથી લાભ થાય છે.

ઉધરસ તથા તેની સાથે નબળાઈ પણ લાગતી હોય તો 20 ગ્રામ મરી, 100 ગ્રામ બદામ, 150 ગ્રામ ખાંડ અથવા સાકર મેળવી તેને દળીને પાવડર બનાવી શીશીમાં ભરી લો. 1 ગ્રામ જેટલું સવાર-સાંજ ગરમ દૂધ કે પાણી સાથે લેવાથી જૂની ઉધરસ મટી જશે. તેનાથી નબળાઈમાં પણ લાભ થાય છે.

હેડકી અથવા માથાના દુખાવામાં મરીના 3-4 દાણાને બાળી તેનો ધૂમાડો સૂંધવાથી લાભ થાય છે.

કાળા મરીમાં આયર્ન વધુ માત્રામાં હોય છે. જેથી તેને ડાયટમાં ખાવાથી લોહીની કમીની પ્રોબ્લેમ દૂર થાય છે.

કાળા મરીમાં પેપરીન હોય છે. જે મેટાબોલિઝ્મને વધારે છે. જેનાથી બોડીમાં ફેટ જલ્દી બર્ન થાય છે અને વજન કંટ્રોલમાં રહે છે.

જયારે પણ ગળું બેસી જવાની સમસ્યા થાય તો 2-3 કાળા મરીને પીસીને ઘી અને સાકર સાથે મિક્સ કરીને તેને ચાટવાથી બંધ થયેલું ગળું ખુલી જાય છે.

શરદી, ઉધરસ હોય તો સફેદ મરીના પાવડરને મધ સાથે ચાંટી લેવાથી તરત જ આરામ મળે છે.

કફની સમસ્યા થાય તો 1 ગ્લાસ નવશેકા પાણીમાં અડધી ચમચી મરીનો પાઉડર મિક્સ કરીને પીવાથી તરત આરામ મળે છે અને કફ દૂર થાય છે.

દાંતમાં દુખાવો થતો હોય તો મીઠું અને કાળા મરીનો પાઉડર સપ્રમાણમાં મિક્સ કરીને તેમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ જેવું બનાવી લો. પછી તેને દાંતમાં જ્યાં દુખાવો થતો હોય ત્યાં લગાવી લો.

By admin

Leave a Reply

Your email address will not be published.