Tue. Aug 9th, 2022

મિત્રો કપિલ શર્મા ટેલીવીઝન ઇન્ડસ્ટ્રીનો એ ચહેરો છે જે દરેક ઘરમાં લોકપ્રિય થઈ ચૂક્યો છે તેનો ધ કપિલ શર્મા શો સતત ટીઆરપીમાં હાઈ રહે છે કપિલ શર્માની આ જગ્યાએ પહોંચવા સુધીની સફર પણ રસપ્રદ રહી છે પોતાના કરિયરમાં પણ અઢળક ઉત્તાર ચડાવ જોચૂકેલા કૉમેડી કિંગ આજની તારીખે કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક છે એક રિપોર્ટમાં કપિલ શર્માની સંપત્તિ સાથે જોડાયેલો મોટો ખુલ્લાસો થયો છે.

અમૃતસરના એક નાનકડા ઘરમાં રેહનાર કપિલ આજે એક એવી જિંદગી જીવે છે જેના માટે લાખો લોકો તરસતાં હોય છે. કોમેડી કિંગના નામથી પ્રસિધ્ધ કપિલ આજે કેટલીક ગાડીઓ અને કરોડોના બંગલાના માલિક છે. આવો, અમે આપને જણાવીશું કે કપિલ શર્મા કેટલી મોઘી ગાડીઓનો શોખ રાખે છે અને કેટલી મોઘી જિંદગી જીવે છે.

દુપટ્ટો પણ વેંચ્યો.એક એવો પણ સમય હતો જ્યારે ઘર ચલાવવા માટે કપિલ શર્માએ દુપટ્ટો સુદ્ધા વેચ્યો હતો તેણે એવો સમય પણ જોયો જ્યારે બહેનની સગાઈ માટે તેની પાસે રૂપિયા નહોતા પોતાની પૉકેટમની માટે કપિલ શર્મા બુથ ઉપર કામ કરતો હતો.

આજે છે આટલા કરોડનો માલિક- અમર ઉજાલાના એક રિપોર્ટ મુજબ કૉમેડી કિંગ કપિલ શર્મા અત્યારે 282 કરોડ રૂપિયા કરતાં વધારે સંપત્તિનો માલિક છે તે મુખ્યત્વે પોતાના કૉમેડી શો ધ કપિલ શર્મા દ્વારા કમાણી કરે છે તેના ઉપરાંત એક શો માટે કપિલ શર્મા આશરે 40 લાખ રૂપિયાથી લઈને 90 લાખ રૂપિયા સુધીનો ચાર્જ કરે છે.

તમને જણાવી દઈએ કે કપિલને ગાડીઓનો ખૂબ શોખી છે, તેથી આજે તેની પાસે ઘણી કાર છે, એટલું જ નહીં તે કરોડોના બંગલાના માલિક પણ છે. તો ચાલો આપણે જાણીએ કે કપિલ શર્માને કેવી મોંઘી કારનો કેટલો શોખ છે અને તે કેવી જિંદગી જીવે છે.આવી સ્થિતિમાં આજે કપિલ પાસે પાંચ સૌથી મોંઘી ચીજો છે. મર્સિડીઝ બેન્ઝ એસ-વર્ગ – 1.19 કરોડ, વોલ્વો એક્સસી 90 – 1.3 કરોડ, વેનિટી વેન – 5 કરોડ, ડીએચએલ એન્ક્લેવમાં ફ્લેટ – 15 કરોડ, પંજાબમાં બંગલો – 25 કરોડ આજે કપિલ શર્મા પોતાના લક્ષ્ય પર પહોંચ્યો છે તેની મહેનતના કારણે છે.

મિત્રો લાફ્ટર ચેલેન્જ દ્વારા જીતેલા પૈસાથી બહેનના કર્યા લગ્ન- કપિલ શર્માએ ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જની ત્રીજી સીઝન જીતી હતી આ શો દરમિયાન કપિલ શર્માને પૈસાની તકલીફ હતી અને આ કારણે બહેનના લગ્ન ટળી ગયા હતા શો જીત્યા બાદ તે પૈસાથી કપિલે બહેનના લગ્ન કરાવ્યા હતા.

અઢળક શો કર્યા.કપિલ શર્માએ ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ બાદ કેટલાય કૉમેડી શો કર્યા જેમ કે છોટે મિંયા ઝલક દિખલા જા અને કૉમેડી સર્કસને હોસ્ટ કર્યું પરંતુ કપિલને કૉમેડી નાઇટ્સ વિથ કપિલ ને સારી એવી ઓળખ મળી. સુનીલ ગ્રોવર સાથેના ઝઘડા અને ડિપ્રેશન બાદ એક એવો સમય પણ આવ્યો કે જ્યારે લોકોને લાગ્યું કે કપિલ શર્માનો સમય પૂરો થઈ ગયો છે પરંતુ તેણે જબરદસ્ત વાપસી કરી. અને બતાવી દીધું કે કપિલ શર્માને કોઈ રિપ્લેસ નહીં કરી શકે.

ગિન્ની સાથે કર્યા લગ્ન.કપિલ શર્માએ ગિન્ની ચરથ સાથે 2015ની સાલમાં લગ્ન કર્યા હતા તેમને બે બાળકો છે જેમના નામ અનાયરા અને ત્રિશાન છે કપિલ શર્મા ગાડીઓનો શોખ ધરાવે છે તેની કમાણીનો મુખ્ય સ્ત્રોત ટીવી શો જાહેરાતો તથા શોઝ છે.

કપિલ નુ ઘર મુંબઈ ના અંધેરી વેસ્ટ માં છે. તે પોતાના એપાર્ટમેંટ થી ફોટોસ અને વિડિઓસ લેતા રહે છે. તેની બાલ્કની માં વૃક્ષો લાગેલા છે અને કાચ ની પેનલ બનેલી છે.કપિલ શર્મા અને ગાયક મીકા સિંગ પાડોશી છે. જનતા કરફ્યુ દરમ્યાન કપિલે મીકા સાથે બાલ્કની માં પર્ફોર્મન્સ પણ કર્યુ હતુ. તેનો વિડીયો તેણે પોતાના ઇનસ્ટાગ્રામ માં મૂક્યો હતો.

 

 

By admin

Leave a Reply

Your email address will not be published.