Sat. Aug 13th, 2022

પીરિયડ્સ એટલે કે માસિક ધર્મ સ્ત્રીઓમાં જોવા મળતી એક સામાન્ય સમસ્યા છે તેમા મહિલાઓને પ્રાઈવેટ પાર્ટમાંથી લોહીનો પ્રવાહ થાય છે હકીકતમાં યુવાવસ્થા શરૂ થતા છોકરીઓના શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થવા માંડે છે આ જરૂરી નથી કે યુવતીઓને કોઈ એક ખાસ વયમાં જ આ સમસ્યા થાય છે અભ્યાસ મુજબ યુવતીઓમાં માસિકની સ્માસ્યા 8 થીલઈને 17 વર્ષ સુધી શરૂ થઈ શકે છે.

મિત્રો એવા પુરાવા છે કે પહેલા ગુફામાં રેહનારા માનવોમાં આ માસિક સ્ત્રાવને ઉત્સવ તરીકે એક વિધિના રૂપમાં મનાવતા. સ્ત્રીને ધરતી સાથે તુલના કરવામાં આવતી અને માસિકના સ્ત્રાવને એક ઝરણાં સાથે આ સમયમાં કુમારિકાઓને ગુફામાં રાખવામાં આવતી તે ઉપવાસ કરતી અને ધરતીમાં સાથે એક સંબંધ બાંધતી તેઓ માટીના ફર્શ ઉપર બેસી માસિકના પ્રવાહ ને વહેવા દઈ ધરતી સાથે સમાવતી.

પહેલીવાર માસિક ધર્મ થવો કોઈપણ યુવતી માટે એક ચિંતાનો વિષય બની શકે છે છોકરીઓને લોહી અને તરલ પદાર્થ જોઈને તનાવ અને ભયનો અનુભવ થઈ શકે છે આવુ એવી છોકરીઓ સાથે થાય છે જેમને આ અંગે બિલકુલ જ્ઞાન હોતુ નથી અથવા તો પછી તેમને ખોટી માહિતી હોય છે દેખીતુ છે કે માહિતીના અભાવમાં તેમને એવુ લાગે કે આ કોઈ બીમારીના લક્ષણ છે.

માસિક ધર્મ કેમ થાય છે.મહિલાનુ શરીર દર મહિને ગર્ભની તૈયારી કરે છે આ દરમિયાન તેના અંડાશયમાં એક ઈંડુ બને છે જે ગર્ભાશયની નલિકામાં જતુ રહે છે આ સાથે મહિલાના ગર્ભાશયની પરતમાં લોહી એકત્ર થતુ રહે છે જેથી ગર્ભના બેસતા એ લોહીથી બાળક વિકસિત થઈ શકે જો ગર્ભ નથી રોકાતો તો આ પરત તૂટી જાય છે અને પરતમાં જમા લોહી માસિક ધર્મના રૂપમાં યોનિ દ્વારા બહાર આવી જાય છે.

બીજા મહિને ફરી આવુ જ થાય છે અને મસિક ધર્મનુ આ ચક્ર ચાલતુ રહે છે લોહીનો આ પ્રવાહ પાંચથી સાત દિવસનો હોઈ શકે છે માસિક ધર્મના બીજા કે ત્રીજા દિવસે વધુ પ્રવાહ થાય છે દરેક મહિલાના માસિક ચક્રના અંતરનો સમય જુદો જુદો હોઈ શકે છે આ તેના શરીરની બનાવટ પર નિર્ભર કરે છે.

માસિક ધર્મ દરમિયાન સફાઈ રાખવી જરૂરી છે દેખીતુ છે કે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાંથી લોહી અને સ્ત્રાવના રૂપમાં ગંદકી બહાર નીકળે છે ઉલ્લેખનીય છે કે આ લોહીમાં બેક્ટેરિયા જલ્દી પૈદા થાય છે જેનાથી મહિલાઓના પ્રાઈવેટ પાર્ટમાં ઈંફેક્શન થઈ શકે છે આવુ થતા મહિલાને પેશાબમાં બળતરા યોનિ માર્ગ પર ખંજવાળ દુર્ગંધવાળો સ્ત્રાવ આવવો જેવી સમસ્યાઓ થાય છે.

By admin

Leave a Reply

Your email address will not be published.