Fri. Aug 12th, 2022

આ છે મુસ્લિમ વર્લ્ડની 6 રાજકુમારી, તેમનીકોઈ મહિલા પાસે સંપત્તિ અને સુંદરતા બન્ને હોય તો તેને સોને પે સુહાગાથી કંઈ ઓછું કહી ન શકાય. આજે અમે તમને કેટલીક એવી મહિલાઓ વિશે જણાવી રહ્યા છીએ જે મુસ્લિમ દેશની પૈસાદાર પ્રિન્સેસ છે. જોકે, તેમાંથી મોટા ભાગની રાજકુમારી પડદામાં જ રહે છે, માટે તેની તસવીર વિશ્વ સમક્ષ મુશ્કેલથી આવતી હોય છે. વિશ્વના સૌથી ધનવાન પરિવાર સાથે સંબંધ ધરાવતી આ રાજકુમારી આજે લાખો-કરોડ રૂપિયાની માલિક છે.

1. રાજકુમારી અમીરા

રાજકુમારી સાઉદીના શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. અમીરા રાજકુમાર અલ-વાલીદ બિન તલાલની પત્ની છે. સાઉદી શાહી પરિવારના સભ્ય 57 વર્ષીય તલાલ એક બિઝનેસમેન અને મોટા રોકાણકાર છે. તેઓ કિંગડમ હોલ્ડિંગ કંપનીના સ્થાપક અને સીઈઓ છે. તેઓ અરબ દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ છે.

ફોર્બ્સ સામયિક અનુસાર તલાલની કુલ સંપત્તિ 22.8 અબજ ડોલર (લગભગ 1436.4 અબજ રૂપિયા) છે. જ્યારે 1 જાન્યુારી 1970માં જન્મેલ રાજકુમારી અમીરા પણ 113.4 કરોડ રૂપિયાની માલિક છે. તેઓ ચેરિટી માટે સંસ્થા ચલાવે છે. સાથે જ તલાલની કંપનીનું કામ જોવે છે.

2. જોર્ડનની મહારાણી રાનિયા

પ્રિન્સ અબ્દુલ્લા 2ની પત્ની રાનિયા જોર્ડનની મહારાણી છે. તેમના પતિ અબ્દુલ્લા વિશ્વના ટોપ અપજોપતિઓમાં સામેલ છે. તેમણે પોતાની સંપત્તિનો ખુલાસો તો નથી કર્યો પરંતુ અબ્દુલ્લાની સંપત્તિનો ક્યાસ એ વાત પણ લગાડી શકાય કે તેમણે સ્ટાર ટ્રેક થીમ પાર્ક બનાવવા માટે માત્ર 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી નાખ્યા.

અબ્દુલ્લા રૂબિયન ગ્રુપના પ્રમુખ પણ છે. આશ્ચર્યજનક વાત એ છે કે 31 ઓગસ્ટ 1970માં જન્મેલ રાનિયાની પાસે લગ્ન પહેલા સુધી 228 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. ફોર્બ્સે તેમણે વિશ્વની 100 તાકતવર મહિલાઓની યાદીમાં સામેલ કર્યા છે.

3. મહારાણી પ્રિન્સેસ લલા સલમા

મોરક્કોની મહારાણી પ્રિન્સેસ લલા સલમાં ત્યાંના રાજા મોહમ્મદ 6ની પત્ની છે. બે સંતાનોની માતા સલમાની પાસે અખૂટ સંપત્તિ છે. લગભગ 16250 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક મોહમ્મદની કંપનીમાં સલમા રોકાણકારના રૂપમાં ભૂમિકા ભજવે છે. સલાની જાહોજલાની ખ્યાલ એ વાત પરથી જ આવશે કે તેમનો રોજનો ખર્ચો 7 કરોડ રૂપિયા છે.

4. ક્વીન નૂર જાહિરા

મલેશિયાની ક્વીન નૂર જાહિરા સુલ્તાન મિજાન જાઈનલ અબીદિનની પત્ની છે. જાહિરા મલેશિયાની 13મી મહારાણી છે. નૂરની સંપત્તિની વાત કરીએ તો આ શાહી પરિવારને પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો નથી પરંતુ અલગ અલગ અહેવાલમાં તેમની સંપત્તિ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ બતાવવામાં આવી છે.

5. ફાતિમા કુલસુમફાતિમા કુલસુમ સાઉદી અરબના પ્રિન્સ શેખ અવદિ અલ મોહમ્મદની પત્ની છે. કુલસુમ જૌહર, વિશ્વના સૌથી સમૃદ્ધ દેશ એવા સાઉદી અરબના રાજાશાહી પરિવારની રાણી છે. પારિવારિક રીત-રિવાજોને કારણે ફાતિમાનો ચહેરો આજસુધી લગભગ જ કોઈએ જોયો હશે. પરંતુ પાછલા મહિને જ તેમની કેટલીક તસવીર બહાર પાડવામાં આવી હતી. તેમની સંપત્તિને લઈને પણ કોઈ આંકડો બહાર આવ્યો નથી. ફોર્બ્સ અનુસાર, તેમની પાસે પણ કરોડોની સંપત્તિ છે.

દેશ વિશેઃ સાઉદી અરબમાં ક્રૂડ ઓઈલનો અખૂટ ભંડાર છે. વિશ્વની કુલ ક્રૂડ ઓઇલ અનામતમાં 5મો ભાગ આ દેશમાં છે. અહીંની પ્રતિ વ્યક્તિ આવક વાર્ષિક 24434 ડોલર છે.

6. રાજકુમારી હજાહ હફિજહ સુરુરલ બોલ્કિઅહરાજકુમારી હજાહ હફિજહ સુરુરુલ બોલ્કિઅહ દુનિયાના સૌથી શ્રીમંત રાજા હસન બોલ્કિઅહની પુત્રી છે. બ્રુનેઈના રાજા હસનની પાસે 1.30 લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. લગભગ 7 હજાર કાર અને સોનાથી મઢેલ મહેલના માલિક હસને પોતાની પુત્રી સુરુરુલના લગ્નમાં લગભગ 150 કરોડ રૂપિયાથી વધુ રકમ ખર્ચ કરી હતી. સુરુરલના લગ્ન પેનગિરન હાજી મહમ્મદ રૂજૈની સાથે થયા છે.

By admin

Leave a Reply

Your email address will not be published.