Wed. Aug 3rd, 2022

જ્યારે પણ કોઈ ઉદ્યોગપતિની વાત થાય છે, ત્યારે એમાં અંબાણી બંધુઓનું નામ અચૂક લેવામાં આવે છે. એમનો પરિવાર એક અનોખી લાઈફસ્ટાઈલને ફોલો કરે છે. માત્ર સામાજિક કાર્ય કે કોઈકને મદદ કરવાને લઈને જ નહીં પણ પોતાની લાઈફસ્ટાઈલને લઈને પણ નીતા અંબાણી સતત ચર્ચામાં રહ્યા છે. એમના શોખ પણ ખૂબ મોંઘા છે. જે અંગે કોઈ સામાન્ય વ્યક્તિ વિચાર પણ કરી શકે એમ નથી. તેઓ જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાન્ડ નોરિટેકમાં ચા પીએ છે. જે 50 પીસના સેટમાં આવે છે.

આ ક્રોકરીની ખાસ વાત એ છે કે, એના કપ કે વાસણની બોર્ડર સોનાની હોય છે. જેની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. એટલે કે એક કપ રૂ. 3 લાખમાં પડે. એટલે કે, નીતા અંબાણીના એક કપ ચાની કિંમત 3 લાખ રૂપિયા છે એવું કહી શકાય. આ સિવાય તે બ્રાન્ડના ખૂબ શોખીન છે. એમનું બેગ કે પર્સ ડાયમંડ કોટેડ હોય છે.

એમની પાસે ચનેલ, ગોયાર્ડ અને જીમ્મી ચૂ કેરીનું ક્લેક્શન છે. જે દુનિયાની સૌથી મોંઘી બેગ બ્રાન્ડ છે. નીતા અંબાણી પાસે પેડ્રો, ગાર્સિયા, પેલમોડા, માર્લિન જેવી બ્રાન્ડના ચંપલ કે સેન્ડલ છે. આ તમામ બ્રાન્ડના ફૂટવેરની શરૂઆત લાખ રૂપિયાથી થાય છે. એવું પણ કહેવાય છે કે, તેઓ ક્યારેય પોતાના ફૂટવેર રીપિટ કરતા નથી.

નીતા અંબાણીને ઘડિયાળનો પણ ખૂબ શોખ છે. તે બુલ્ગારી, કાર્ટિયર, રાડો, ગુચી, કેલ્વિન કેલિન અને ફોસિલ જેવી બ્રાન્ડની ઘડિયાળ પહેરે છે. આ બ્રાન્ડની ઘડિયાળની કિંમત દોઢથી બે લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ સિવાય તેમને ઓર્નામેન્ટ્સનો પણ ખૂબ શોખ છે. તેઓ કેટલાય ફેમિલી ફંક્શનમાં કરોડો રૂપિયાના ઓર્નામેન્ટ્સ પહેરીને દેખાઈ ચુક્યા છે.

આ ઉપરાંત નીતા અંબાણીને મોંઘી સાડીઓનો પણ શોખ છે.એમની સાડીમાં હીરા અને સોનાના તારનું કોટિંગ હોય છે. મીડિયા રીપોર્ટ અનુસાર, તેમણે પોતાના દીકરાની સગાઈમાં જે સાડી પહેરી હતી એની કિંમત આશરે 40 લાખ રૂપિયા હતી. આ ઉપરાંત તેઓ ખૂબ મોંઘી કસ્ટમાઈઝડ લિપ્સટિકનો ઉપયોગ કરે છે.

આશરે 40 લાખ રૂપિયાનું એમનું લિપસ્ટિકનું ક્લેક્શન છે. આ ઉપરાંત, એમની પાસે પોતાનું એક પ્રાઈવેટ જેટ વિમાન છે. વર્ષ 2007માં મુકેશ અંબાણીએ આ વિમાન નીતાને ગિફ્ટમાં આપ્યું હતું. જેની કિંમત આશરે 100 કરોડ હોવાનો અંદાજ છે. જેમાં ફાઈવ સ્ટાર હોટેલ જેવી બેસ્ટ સુવિધાઓ છે.

By admin

Leave a Reply

Your email address will not be published.