Sat. Aug 13th, 2022

પ્રશ્નઃ  નમસ્તે સર, મારી ઉંમર ૨૮ વર્ષ છે જ્યારે પતિની ઉંમર ૩૩ વર્ષ છે. હાલ અમને એક બાળક છે, જે પાંચ વર્ષનું છે. હવે અમે બીજા બાળક માટે ટ્રાય કરી રહ્યાં છીએ પણ કોઇ ફરક નથી પડતો. પહેલા બાળક વખતે પણ ઘણી દવાઓ કરી ત્યારબાદ ગર્ભ રહ્યો હતું. તે વખતે અંડાશયમાંથી બીજ છૂટું પડયા બાદ શરીરની ગરમીને કારણે નાશ પામતું.

મતલબ કે બીજ છૂટું પડે પણ ફલિત ન થઈ શકે. તે સમયે ડોક્ટરે તેનું કારણ શરીરની ગરમી કહ્યું હતું. ત્યારે અમે ઘણો ખર્ચ કરી અને દવા કરાવી ત્યારે એક વર્ષ બાદ ગર્ભ રહ્યો હતો. હવે ફરીથી આ જ તકલીફ થઇ રહી હશે? હવે અમારે બાળક માટે શું કરવું?

જવાબઃ તમારે પહેલા બાળક સમયે જે જે તકલીફ પડી તે સમયે જ તમને ખ્યાલ આવી ગયો હતો કે પેટની ગરમીને કારણે જ તમને આ સમસ્યા નડી રહી છે, તો તે પછી તમે શરીરની ગરમી ઓછી થાય તે માટે કોઇ પ્રયત્નો કરવાના શરૂ કર્યાં હોત તો આટલી સમસ્યા ન થાત.

તે સમયે તમને ઠંડકની દવા આપી હશે. શરૂઆતથી જ ઠંડક કરવાની શરૂ કરી દીધી હોત તો સમસ્યા ઊભી ન થાત, ખેર, બીજા બાળકની ઇચ્છા હોય તો તમારે ફરી વાર ગાયનેકને બતાવીને યોગ્ય દવા શરૂ કરી દેવી જોઇએ.

પ્રશ્નઃ નમસ્તે સર, મારી ઉંમર ૩૭ વર્ષ છે, જ્યારે પતિની ઉંમર ૩૬ વર્ષ છે. અમારે એક બાળક છે. ડિલિવરી બાદ મને થાઈરોઈડની સમસ્યા થઇ ગઇ હતી. મુશ્કેલી એ છે કે થાઇરોઇડના કારણે હવે મને સેક્સમાં રસ નથી રહ્યો. મને કોઇ ઉપાય જણાવશો.

જવાબઃ થાઇરોઇડ બાદ તેમજ ગર્ભાવસ્થા અને પ્રસૂતિ બાદ હોર્મોન્સમાં ફેરફાર થવાને કારણે ઘણી વાર સેક્સમાંથી રુચિ જતી રહેતી હોય છે. તમે થાઈરોઈડની દવા લઇ રહ્યાં છો? કદાચ તે દવાને કારણે પણ આમ બનતું હોય. તમે એક વાર કોઇ સારા ગાયનેકની સલાહ લઇ જુઓ.

તેમને તમારી મુશ્કેલી જણાવો. થાઇરોઇડની દવા રેગ્યુલર લેતા હોવ અને તે કંટ્રોલમાં હોય તો સેક્સની સમસ્યા લાંબો સમય સુધી ન રહેવી જોઇએ. ઘણી વખત વધતી-ઓછી દવના કારણે આમ થતું હોય છે. માટે એકવાર ચેકઅપ કરાવી લેવું જરૂરી છે.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૪ વર્ષની છે. હજી લગ્ન નથી થયાં કે નથી સેક્સનો અનુભવ કર્યો. થોડા સમય પહેલાં બગલ પાસે એક જગ્યાએ થોડો દુખાવો થતો હતો, તે જગ્યાએ જોયું તો ત્યાં લાલ થઇ ગયું હતું, થોડા સમય બાદ ત્યાં એક ફોડકી જેવું થયું, હાલ ગૂમડાં જેવું થઇ ગયું છે. દુખાવો ખૂબ થાય છે. મને ડર લાગે છે કે મને બ્રેસ્ટ કેન્સર તો નહીં હોયને?

જવાબ : તમને અમૂંઢિયું ગૂમડું થયું હોવું જોઈએ. ખોટી ચિંતા ન કરશો, એવું લાગે તો કોઇ સારા ડોક્ટરને બતાવીને ગૂમડાની દવા લઇ લો, તેનાથી તે બેસી જશે. સારવારમાં વાર લગાડશો તો બને કે પસ વધી જાય અને પછી ચેકો મુકાવવો પડે માટે તરત જ કોઇ સારા ડોક્ટરને બતાવી દેવું.

પ્રશ્ન : મારી ઉંમર ૨૭ વર્ષ છે. હું જોબ કરું છું. મને એક છોકરા સાથે પ્રેમ છે. તે મારી ઉંમરનો જ છે, તે મને લગ્ન કરવા કહી રહ્યો છે, પણ હું ના કહું છું, કારણ કે તે જોબ નથી કરતો, હું તેને જોબ કરવા માટે સમજાવું છું, પણ તે કોઇ જોબમાં લાંબો સમય કાઢતો જ નથી, કોઇ ને કોઇ કારણસર જોબ છોડી દે છે, મને ભય લાગે છે કે મારાં માતાપિતા આ કારણે ના પાડી દેશે. હું તેને ના કહું છું તો તે મને હું લવ નથી કરતી એવું કહીને ઝઘડે છે. મારે શું કરવું?

જવાબઃ તમે બિલકુલ સાચા છો, છોકરાએ લગ્ન  પહેલાં પગભર થવું જોઇએ, પોતાની જવાબદારી વિશે સજાગ થવું જોઇએ. તેને સમજાવો કે તું કાયમી જોબ ન લે તેનો અર્થ એવો થશે કે તું મને લવ નથી કરતો! ખરેખર મને પ્રેમ કરતો હોય તો લગ્ન પછી સારી રીતે રહી શકાય એવી નોકરી ચાલુ કરવી અનિવાર્ય છે!

By admin

Leave a Reply

Your email address will not be published.