Sat. Aug 20th, 2022

કેટલાક લોકો તેમના સવારના આહાર વિશે ખૂબ મૂંઝવણમાં હોય છે. કેટલાક લોકો દિવસની શરૂઆત બદામથી કરે છે અને કેટલાક લોકો સવારની શરુઆત ચા અથવા કોફી વિના અધૂરા હોય છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે સવારના સમયે કયા ખોરાક લેવા સૌથી વધુ આરોગ્યપ્રદ છે. તો ચાલો આજે આપણે જાણીએ કે સવારના સમયે કઈ વસ્તુઓનું સેવન જરૂરી છે.

પલાળેલી બદામ – દિવસની શરૂઆતમાં કંઇક ભારે ખોરાક ખાવાને બદલે પલાળેલી બદામ ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં બધા જરૂરી વિટામિન હોય છે. રાતે બદામ પલાળીને રાખી દેવાથી તેનું પોષણ વધે છે. દિવસની શરૂઆત સારી રીતે કરવા માટે સવારે 5 થી 10 બદામ ખાવી જોઈએ.

ખજૂર -ખજૂરએ ઊર્જાનો સારો સ્રોત માનવામાં આવે છે. જો તમે ઊર્જાથી દિવસની શરૂઆત કરવા માંગો છો તો પછી તમારા આહારમાં ખજૂરનો ચોક્કસપણે સમાવેશ કરો. ખજૂરમાં પુષ્કળ પોષક તત્વો હોય છે અને તે અનેક રોગોને મટાડે છે. આ સિવાય ખજૂર કબજિયાત અને અપચાની સમસ્યાથી પણ રાહત આપે છે.

ચિયા બીજ- નાના દેખાતા ચિયા બીજ ખૂબ હેલ્ધી હોય છે. તે પ્રોટીનથી સમૃદ્ધ છે કારણ કે તેમાં બધા આવશ્યક એમિનો એસિડ હોય છે. ચિયાના બીજ શરીર માટે જરૂરી ફેટી એસિડ્સ, મેગ્નેશિયમ, આયર્ન અને વિટામિન બીથી ભરેલા હોય છે. એક ચમચી ચિયાના દાણાને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાવા જોઈએ. તેને ફ્રુટ અને નાસ્તો ઉમેરીને પણ ખાઈ શકાય છે.

પપૈયું- પપૈયું સવારે ખાલી પેટ ખાવાનું ખૂબ સારું છે. પપૈયું પેટ સાફ કરવામાં મદદ કરે છે. પપૈયા ત્વચા માટે પણ ખૂબ સારા માનવામાં આવે છે. પપૈયા ખાધાના ઓછામાં ઓછા એક કલાક સુધી કંઈપણ ખાવાનું ટાળો.

By admin

Leave a Reply

Your email address will not be published.