તહેવારની સીઝનની પહેલા દેશમાં કોલસાનું સંકટ વધી રહ્યું છે જો કોલસાનું સંકટ વધ્યું તો તમારા ઘરમાં વીજળી ગૂલ થઈ શકે છે મિત્રો આગામી થોડા દિવસોમાં જ તમારૂં ઘર પાવર કટની લપેટમાં આવી શકે છે કારણ કે દેશમાં માત્ર 4 જ દિવસ માટેનો કોલસો બચ્યો છે ભારતમાં વીજળીના ઉત્પાદન માટે કોલસાનો જ સૌથી વધારે ઉપયોગ થાય છે અને ઉર્જા મંત્રાલયના અહેવાલ પ્રમાણે કોલસા પર આધારીત વીજળી ઉત્પાદન કેન્દ્રોમાં કોલસાનો સ્ટોક ખૂબ જ ઘટી ગયો છે.
હકિકતમાં દેશમાં ખાણોથી દૂર સ્થિત નોન-પિટહેડ 64 વીજળી સંયંત્રોની પાસે ચાર દિવસથી પણ ઓછો કોલસા ભંડાર બચ્યો છે કોલસો ખાણોથી દૂર સ્થિત વીજળી સંયત્રોને નોન પિટહેડ કહેવામાં આવે છે સરકારી આંકડા મુજબ આ વીજળી ઉત્પાદન કેન્દ્રમાં કોલસાનો સ્ટોક ખતમ થઈ રહ્યો છે આવનારા સમયમાં 3-4 દિવસમાં સમગ્ર સ્ટોક ખતમ થઈ જશે.
દેશના 70 ટકા વીજ ઉત્પાદન કેન્દ્ર કોલસા પર આધારીત છે કુલ 135 થર્મલ પાવર પ્લાન્ટ્સમાંથી 72 પાસે કોલસાનો 3 દિવસ કરતા પણ ઓછો સ્ટોક છે જ્યારે 50 પાવર પ્લાન્ટ એવા છે જ્યાં કોલસાનો 4થી 10 દિવસનો સ્ટોક બચ્યો છે 13 પ્લાન્ટ્સ જ એવા છે જ્યાં કોલસાનો 10 દિવસ કરતા વધારેનો સ્ટોક બચ્યો છે.
મિત્રો ઉર્જા મંત્રાલયના અહેવાલ પ્રમાણે આ તંગી પાછળનું મોટું કારણ કોલસાના ઉત્પાદન અને તેની આયાતમાં જે મુશ્કેલીઓ આવી રહી છે તે છે ચોમાસાના કારણે કોલસાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે તેની કિંમતો પણ વધી છે અને ટ્રાન્સપોર્ટેશનમાં ખૂબ જ અડચણો આવી છે આ એવી સમસ્યાઓ છે જેના કારણે આગામી સમયમાં દેશમાં વીજ સંકટ સર્જાઈ શકે છે.
કેન્દ્રીય વીજળી પ્રાધિકરણ સીઈએ ની વીજળી સંયત્રોને લઈને કોલસા ભંડાર પર તાજા રિપોર્ટથી એ જાણવા મળ્યું છે કે 25 એવા વિજળી સંયંત્રોમાં 3 ઓકટોબરે 7 દિવસથી પણ ઓછો કોલસા ભંડાર હતો ઓછામાં ઓછા 64 તાપ વીજળી સંયત્રોની પાસે ચાર દિવસની અંદરના સમયમાં ઈંધણ બચ્યું છે સીઈએ 135 વીજળી સંયત્રોમાં કોલસાના ભંડારનું ઓબ્જર્વેશન કરે છે જે કુલ ઉત્પાદન ક્ષમતા દૈનિક આધાર પર 165 ગીગા વોટ છે.
મિત્રો ઉર્જા મંત્રાલયના કહેવા પ્રમાણે વીજ સંકટ પાછળનું એક કારણ કોરોના કાળ પણ છે આ દરમિયાન વીજળીનો ખૂબ જ વધારે ઉપયોગ થયો છે અને હજુ પણ વીજળીની માગ ખૂબ વધી રહી છે 2019માં ઓગષ્ટ-સપ્ટેમ્બર મહિના દરમિયાન વીજળીની કુલ ખપત 10 હજાર 660 કરોડ યુનિટ પ્રતિ માસ હતી આ આંકડો 2021માં વધીને 12 હજાર 420 કરોડ યુનિટ પ્રતિ માસ થઈ ગયો છે.
વધારે કોલસો ન મળ્યો તો અન્ય યુનિટો બંધ થઈ શકે છે સૂત્રોએ જણાવ્યું કે ઓબરાની યુનિટની પાસે 4 દિવસ અને અનપરાની યુનિટની પાસે 3 દિવસ માટે કોલસાનો સ્ટોક બચ્યો છે જો જલ્દી કોલસો આ યુનિટો પાસે ન પહોંચ્યો તો આ ઉત્પાદન ઠપ થઈ શકે છે કોલસાના સ્ટોકમાં આવેલી અછત માટે પાવર કોર્પોરેશન પ્રબંધનની ખામિઓ સામે આવી ગઈ છે.