Fri. Aug 5th, 2022

બોલિવૂડની જાણીતી અભિનેત્રી નોરા ફતેહી(Nora Fatehi) એ પોતાના ડાન્સ અને પોતાના અંદાજથી લોકોના દિલ જીતવામાં કોઈ કસર બાકી નથી રાખી. તેણે પોતાના ડાન્સ દ્વારા બોલિવૂડ ફિલ્મોમાં ધૂમ મચાવી છે નોરા ફતેહી આજે ભારતમાં એક પ્રખ્યાત ચહેરો છે એક સમયે નોરા ફતેહીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો નોરા ફતેહીએ કેનેડામાં વેઈટર તરીકે પણ કામ કર્યું છે નોરા ફતેહીએ જણાવ્યું કે જ્યારે તેઓ વેઈટર તરીકે કામ કરતી હતી ત્યારે લોકો તેને શરમાવતા હતા કારણ કે તે ખૂબ જ પાતળી હતી નોરા ફતેહીએ કહ્યું કે લોકોને પાતળી છોકરીઓ પસંદ નથી.

નોરા ફતેહીએ જણાવ્યું કે પાતળી હોવાના કારણે લોકો મને પસંદ ન હતા કરતા આ એક વર્ષો જૂની માનસિકતા છે અને એેના જ કારણે આપણે ખાવાનું અને પીવાનું ઘણું રાખીએ છીએ નોરા ફતેહીએ જણાવ્યું કે હું એક એવી જગ્યાથી આવું છે કે જ્યાં છોકરીઓને ગોળમટોળ શરીર રાખવું ગમે છે નોરા તેના હોટ ફિગર અને અદ્ધભૂત ડાન્સિંગ સ્ટાઇલના માટે વખણાય છે અનેક યુવતીઓ પણ તેના જેવું ફિગર મેળવવા માંગે છે.

નોરા એક સારી બેલી ડાન્સર છે. નોરાનો વર્કઆઉટ રુટિન પણ કંઇ ખાસ મુશ્કેલ નથી. તે પોતાના ફિગરને મેન્ટેન કરવા માટે સૌથી વધારે તો ડાન્સ કરે છે. અને તે ડાન્સને એન્જોય પણ ખૂબ જ કરે છે. તે પૂરા દિવસમાં ફંક્શનલ ટ્રેનિંગ, વેટ લિફ્ટિંગ, પોલ ડાન્સિંગ, પિલાતે અને ડાસિંગ જેવી એક્ટિવિટી કરે છે. નોરાએ પોતે આ વાત જણાવી છે કે તે બહુ જીમ નથી જતી પણ તે ખૂબ જ વર્કઆઉટ પણ નથી કરતી પણ વેટ લોસ માટે તે Pilates કરી છે જે શરીરને ટોન કરવા માટે ખૂબ જ સારું છે.

વધુમાં નોરા બેલી ડાન્સ, હિપ હોપ અને કંટેમ્પરી ડાન્સ કરી પોતાના શરીરને ફિટ રાખે છે. અને વળી તે પોલ ડાન્સિંગ પણ કરે છે જે કોર વર્કઆઉટ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. નોરાનું ડાયેટ રુટિન પણ સામાન્ય છે. તેને અલગ અલગ રીતના ખોરાક ખાવાનું પસંદ છે. અને જે જંક ફૂડથી લઇની પાણી પૂરી પણ દબાઇને ખાઇ શકે છે.

નોરા ફતેહીએ જણાવ્યું કે હું હંમેશા સંપૂર્ણ શરીર અને કર્વી ફિગર જાળવવાનો પ્રયત્ન કરું છું નોરા ફતેહી ટૂંક સમયમાં ફિલ્મ સત્યમેવ જયતે 2 ના ડાન્સ ગીતમાં જોવા મળશે નોરા ફતેહીના તતમામ મ્યુઝિક વીડિયો સુપરહિટ રહ્યા છે નોરા તેના કેરિયરની શરૂઆતમાં વજન વધારવા માંગતી હતી. આજે તે બોલિવૂડની સૌથી ફિટ હિરોઇનોમાંથી એક છે. નોરા તેની ફિટનેસ માટે ટાઇમ મેનેજમેન્ટ, કસરત અને તેમના ડાન્સને શ્રેય આપે છે. જેના કારણ તે આટલી ફિટ અને હોટ દેખાય છે.

By admin

Leave a Reply

Your email address will not be published.