Mon. Aug 8th, 2022

દિવસે-દિવસે વિકસતી ટેકનોલોજી એ આપણી પૂરી લાઈફસ્ટાઈલ બદલી નાખી છે. આજે આપણી મૂળભૂત જરૂરિયાતો માં રોટી, કપડાં, મકાન ની સાથે મોબાઇલ, ટેબ્લેટ, લેપટોપ, કોમ્પ્યુટર જેવાં ગેજેટ્સ સમાયેલ છે. ખાસકરીને મોબાઇલ પર આપણી નિર્ભરતા એટલી થઇ ગઈ છે કે સાવરથી ઉઠીને રાતે સુઇએ ત્યાં સુધી આપણી સાથે રહે છે.

એમાં પણ આજકાલ સ્માર્ટફોન નો જમાનો આવી ગયો છે. એમાં પણ છોકરાઓ થી લઈને વડીલો પણ સ્માર્ટફોન ના ક્રેઝી થઇ ગયાં છે. પણ, આ આદત આપણા આરોગ્ય ને ભારી પડી શકે છે. એ આપણને માનસિક ની સાથે શારીરિક રીતે પણ બીમાર પડે છે. આજે તમને સ્માર્ટફોન નાં વધુ વપરાશ થી થતાં ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાણકારી આપીશું. જેને જાણવું ખુબ જ જરૂરી છે. કેમકે બની શકે કદાચ તમે એનો શિકાર બની ગયા હોવ અથવા તો બનવાના હોવ. એટલાં માટે જ સાવધાની અને બચાવ ખુબજ જરૂરી છે.તો,ચાલો જણીએ સ્માર્ટફોન થી થતાં નુકશાન વિશે

હકીકતમાં સ્માર્ટફોન ની સ્ક્રીન પર ઘણી રીતના કીટાણું હોય છે. જેને આંખો થી દેખવા મુશ્કેલ હોય છે. જયારે એ સ્માર્ટફોન વારંવાર આપણા હાથમાં રાખતાં હોઈએ છીએ. એટલે એ કીટાણું સ્માર્ટફોન નાં લીધે આપણા શરીર અને હાથ નાં સંપર્ક માં આવતા હોય છે. અને શરીર માં પ્રવેશે છે જેના લીધે ગંભીર બીમારીઓ થઇ શકે છે. જેના લીધે તમને સ્કીન એલર્જી થઇ શકે છે. જેના લીધે જરૂરી છે કે સ્માર્ટફોન ઉપયોગ કરીએ એની પહેલાં અને વચ્ચે-વચ્ચે એને સાફ કરતા રહીએ. થઇ શકે તો એને કવર કરી ને રાખવો જેનાથી બહાર નાં પ્રદૂષણ થી અને ધૂળ થી આપણે બચી શકીએ અને સાથે–સાથે બીમારીઓ થી પણ બચી શકીએ.સ્માર્ટફોન ના રેડીએશન ના લીધે માથા નાં દુઃખાવો અને ઘણાં પ્રકારની માનસિક સમસ્યાઓ ઉભી થાય છે. ઘણીવાર આપણે આપણો ફોન તકિયા નીચે અથવા તો માથા ની નીચે મૂકી દઈએ છીએ અને એમાંથી નીકળતાં રેડીએશન સીધાં આપણા દિમાગ માં અસર કરે છે. જેનાથી ઘણી માનસિક બીમારીઓ થાય છે.જો તમે પણ સમસ્યાઓથી બચવા માંગતા હોવ તો સૂતા સમયે તમારો ફોન તમારાથી દૂર રાખો ખાસ કરીને તકિયા નીચે બિલકુલ ના રાખશો.મોબાઈલ, અને ઈન્ટરનેટ જેવાં ડિવાઈસ નાં વારંવાર ઉપયોગ થી થતી શારીરિક સમસ્યા , આ શબ્દ નો સૌથી પહેલા 2008 માં એક અમેરિકા નાં પ્રશિક્ષ ડો.ડીન ફીશરમેન એ કરી હતી. અસલી માં મોબાઈલ અને બીજા તકનીકી-ગેજેટ ના વધુ ઉપયોગ થી ખોટી બેસવાની રીત ના લીધે ગરદન અને સ્પાઈન અને હાડકા પર વજન પડે છે. જેનાથી, પછી થી સમસ્યા પડે છે. ટેક્સ્ટ નેક સિન્ડ્રોમ ની સ્થિતિ પણ ધીરે-ધીરે મોટી સમસ્યા બની શકે છે. એટલે જ એના જોખમો ની હજુ કોઈને જાણ પણ નથી. એટલાં માટે જ તમે એના શિકાર બનો એ પેહલા એની સાવધાની ખબર હોવી જોઈએ. સતત ગરદન જુકાઈને મોબઈલ ના કરવો જોઈએ.સ્માર્ટફોન ની સ્ક્રીન નો પ્રકાશ , આંખો ને ઘણો નુકશાન પોહચાડે છે. એની લાઈટ અને અક્ષરો ની સાઈઝ સીધાં આંખો પર અસર કરે છે. જેનાથી, આંખો માં જલન અને દર્દ ની સાથે નજર ની કમજોરી નો પણ સામનો કરવો પડે છે. એટલાં માટે જરૂરી છે કે મોબાઈલ ફોન નો ઓછા માં ઓછો ઉપયોગ કરવો. ખાસકરીને, એના પ્રકાશ થી તમારી આંખો બચાવીને રાખો. મોબાઈલ ફોન ના રેડીએશન પ્રજનન ક્ષમતા પર પ્રતિકુળ પ્રભાવ નાખે છે, ખાસકરીને પુરુષો માં એના કારણે શુક્રાણુઓ ની ગુણવતાઓ અને સંખ્યા પર નકારાત્મક પ્રભાવ પડે છે. એટલે જ મોબઈલ ફોન નો ઓછા મો ઓછો ઉપયોગ કરીને બચવું જોઈએ.

By admin

Leave a Reply

Your email address will not be published.