Sat. Aug 13th, 2022

તાંબાના વાસણમાં પાણી પીવું, ભોજન ક-રવું, ભોજન બનાવવું સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. તાંબાના ગ્લાસમાં આખી રાત પાણી ભરીને સવારે પીવાથી પણ કેટલાય -લાભ- થાય છે. પરંતુ કેટલાક એવા પીણાં અને ખાદ્ય પદાર્થ છે, જેનું સેવન ભૂલથી પણ તાંબાના ગ્લાસ અથવા વાસણમાં ન કરવું જોઇએ. તે-નાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચી શકે છે. જાણો, તે ડ્રિન્ક્સ અને વસ્તુઓ વિશે જેને તાંબાના વાસણમાં ખાવા-પીવાથી ટાળવું જોઇએ.

છાશ પીવાનું ટાળો- છાશ દહીંમાંથી તૈયાર થાય છે અને- દહીં તથા છાશનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. પરંતુ જ્યારે તમે તાંબાના ગ્લાસમાં છાશ પીઓ છો ત્યારે સ્વાસ્થ્ય-ને ફાયદો પહોંચવાની જગ્યાએ તમને કેટલાય પ્રકારના સાઇડ ઇફેક્ટ્સ પણ થઇ શકે છે. છાશમાં રહેલાં ગુણ તાંબા સાથે મળીને રિયેક્ટ કરી શ-કે છે. તાંબાના ગ્લાસમાં જ્યારે તમે છાશ નાંખો છો અને તેને થોડીવાર તેમાં જ રહેવા દો છો તો છાશમાં રહેલાં ગુણોનું અસ્તિત્ત્વ ઘટી જાય છે જે-નાથી તમારા સ્વાસ્થ્યને કોઇ લાભ પહોંચતો નથી.

ખાટી વસ્તુઓને તાંબામાં ન રાખશો- ખાટી વસ્તુઓ જેવી કે કોઇ કાપેલું ખાટું ફળ, -અથાણું, સોસ, ઘરની બનેલી ચટણી, મુરબ્બો વગેરેને તાંબાના વાસણમાં રાખવાનું ટાળો. આ પ્રકારની ખાટી વસ્તુઓ તાં-બા સાથે મળીને રિયેક્શન કરી શકે છે. તેનાથી તમને ઉલ્ટી, ઉબકાની સમસ્યા, વિકનેસનો અનુભવ વગેરે જેવી સમસ્યાઓ આવી શકે છે. -મોડા સુધી આ ખાટી વસ્તુઓને જ્યારે તમે તાંબાના વાસણમાં રાખી મુકો છો અને ખાઓ છો ત્યારે તમને કોપર પૉઇઝનિંગની સમસ્યા પણ થઇ શકે છે.

લીંબૂ પાણી તાંબાના ગ્લાસમાં પીવાનું ટાળો- મોટાભાગના લોકો- વજન ઘટાડવા માટે સવારે લીંબૂ પાણી પીતા હોય છે. પરંતુ, તાંબાના ફાયદા મેળવવા માટે જો તમે લીંબૂ પાણીને કૉપર ગ્લાસમાં નાંખીને પીઓ છો તો- તે નુકશાનકારી સાબિત થઇ શકે છે. લીંબૂમાં એસિડ હોય છે. આ એસિડ તાંબાની સાથે મળીને સ્વાસ્થ્ય પર ઊંધી અ-સર કરી શકે છે. તાંબાના ગ્લાસમાં લીંબૂ પાણી પીવાથી તમને ગેસ, પેટનો દુખાવો, ઉલ્ટી વગેરે જેવી સમસ્યા શરૂ થઇ શકે છે.

By admin

Leave a Reply

Your email address will not be published.